Western Times News

Gujarati News

દિલ્હીમાં રમખાણો બાદ ભયંકર માહોલ ગટર-નાળામાંથી શબો મળી રહ્યાં છે

નવીદિલ્હી: દિલ્હીની હિંસા બાદ દિલ્હી પોલીસને છેલ્લા ૩ દિવસમાં કેટલાય મૃતદેહો ગટરમાંથી મળ્યાં છે. એ પછીથી રાજધાનીમાં ગટરનો ભય વધ્યો છે. પોલીસ બંધ પડેલી ગટરોમાં પણ શોધ ખોળ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી હિંસામાં અત્યાર સુધી ૩૯ લોકોના મોત થયા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર જીટીબી હોસ્પિટલમાં આજે વધુ એક મોત થયું છે. દિલ્હીની હિંસામાં મરનારની સંખ્યા વધીને ૩૯ થઈ ગઈ છે. ઉત્તર- પૂર્વ દિલ્હીમાં હિંસા અટક્યા બાદ ધબકારા વધી ગયા છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં રાખના ઢગલા અને ગટરમાંથી લાશો બહાર કાઢવામાં આવી રહી છે. આ કામગીરીને લઈને મરનારાઓની સંખ્યાને લઈને પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંકિત શર્માનો મૃતદેહ ગુરુવારે ગોકુલપુરીના ગંગા વિહાર જંક્શનની પાસે ગટરમાંથી મળ્યા બાદ વધુ ૨ મૃતદેહો અહીંથી મળી આવ્યાં છે. દિલ્હી પોલીસ એ બાદથી બંધ ગટરો પણ તપાસી રહી છે.

ઉપરાંત સિગ્રેચર બ્રિજથી લઈને વજીરાબાદ રોડ, દયાલપુર, કરાવલ નગર અને ગૌકુલપુરી વિસ્તારમાં દુકાનો અને ગાડી સળગાવી દેવામાં આવેલા દુકાન તથા ગાડીમાંથી લાશ મળી ચુકી છે. એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઢગલા અને સળગેલા કાટમાળમાંથી લાશો મળી શકે છે. શિવ વિહારમાંથી એક દુકાનમાં કામ કરનાર વ્યક્તિની નગ્ન હાલતમાં લાશ મળી હતી. તેમજ સોનિયા વિહારમાં ગ્રીન ગાર્ડનમાં એક સળગી રહેલી કાર પાસે બોડી મળી છે. જેની ઓળખ થઈ શકી નથી.આમ દિલ્હીની હિંસામાં મોટા ભાગના મૃતદેહ ગટરમાંથી મળી આવ્યા છે.

દિલ્હીમાં સીએએના વિરોધ અને સમર્થનમાં હિંસક દેખાવો કોમી રમખાણમાં ફરી ગયા બાદ મોતનો આંકડો ચિંતાજનકરીતે હજુ પણ વધી રહ્યો છે. દિલ્હીમાં છેલ્લા ત્રણ દશકમાં સૌથી વિનાશક કોમી રમખાણોમાં નુકસાનનો આંકડો અને ખુવારીનો આંકડો હવે વધી રહ્યો છે. આજે મોતનો આંકડો વધીને ૪૨ ઉપર પહોંચ્યો હતો. નુકસાનના વાસ્તવિક આંકડા હજુ સુધી મળી શક્યા નથી પરંતુ લોકો આજે કામ ઉપર પરત ફર્યા હતા અને દુકાનો અને વેપારી પેઢીઓ ખુલી હતી. દિલ્હીમાં હિંસક દેખાવો, રમખાણો બાદ સ્થિતિને  કાબૂમાં લેવા માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. હિંસગ્રસ્ત વિસ્તારમાં મજબૂત સુરક્ષા રાખવામાં આવી છે.

મોતનો આંકડો હજુ પણ વધી રહ્યો છે. આ આંકડો આજે ૪૨ ઉપર પહોંચ્યો હતો. બીજી બાજુ દિલ્હીના નાયબ રાજ્યપાલ અનિલ બેજલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ઉત્તરપૂર્વીય દિલ્હીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સોમવારથી ૭૦૦૦થી વધુ સુરક્ષા જવાનો ગોઠવવામાં આવ્યા છે. જુદા જુદા ઘટનાક્રમોની અસર હજુ પણ દેખાઈ રહી છે. છેલ્લા ત્રણ દશકના ગાળામાં સૌથી વિનાશક હિંસા તરીકે આને જાવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.