Western Times News

Gujarati News

નારોલઃ કંપનીમાં તોડપાણી કરવા ગયેલા ચાર પત્રકારો પોલીસને સોંપાયા

અમદાવાદ: કથિત પત્રકારો અવારનવાર વેપારીઓ પાસેથી ગેરકાયેદસર રીતે ધંધો ચલાવવાના બહાના હેઠળ રૂપિયા પડાવતા હોવાનો તથા હપ્તા તોડપાણી કરતા હોવાના કિસ્સા પ્રકાશમા આવતા રહે છ.  આવા જ નકલી પત્રકારો વિરુદ્ધ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાઈ છે ચારેય પત્રકારો ફેક્ટરીમાં ઘુસી જઈ ગેરકાયદે કામ કરવાનો આરોપ મુકી કંપની બંધ કરાવવાની ધમકીઓ આપ્યા બાદ રૂપિયા ૨૫ હજારની માગણી કરી હતી.

જા કે મેનેજરે પોલીસ ફરીયાદ કરતા ચારેયને દબોચી લેવામાં આવી છે. હાર્દિકભાઈ શાહ નારોલ ગોકુલેશ પેટ્રોલ પંપની સામે આવેલા સુદામા એસ્ટેટમાં રાજ એકસપોર્ટ નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની કંપનીનું એક ગોડાઉન નારોલ હોકાબાજ એસ્ટેટમા પણ આવેલુ છે. જ્યા કાપડનો કાચો માલ રાખવામાં આવે છે. ગઈકાલે સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે હોકાબાજ એસ્ટેટમાં આવેલા ગોડાઉનમાં ચાર શખ્શો અનિલ રાણા એરીફ વિરાફ ખાન સાહેબ હિરેન અને મનીષ શાહ પત્રકાર હોવાની ઓળખ આપી ધુસ્યા હતા અને મોબાઈલ વિડીયો ઉતારવા લાગ્યા હતા અને મુજરોને ધમકાવતા એક કર્મચારી જસ્ટીન ગોહેલ હાર્દિકભાઈ આ અંગે જાણ કરતા તે તાબડતોડ ઘટના સ્થળે પહોચતા હતા.

આ ચારેય કથિત પત્રકારો કંપનીના મજુર પુરા પાડતા સોમરાજ અંગે પુછરછ કરી હતી. જેથી હાર્દિકભાઈ તે અહી ન હોવાની વાત કરતા ચારેય તમ વધુ ગેરકાયદેસર કરો છો, તમારી પાસે લાયસન્સ નથી તેમ કહી પોલીસ બોલવાનુ નાટક કર્યુ હતુ બાદમાં પતાવટ કરવા માટે રૂપિયા ૨૫ હજાર માગ્યા હતા. આ દરમિયાન હાર્દીકભાઈ પોલીસને જાણ કરતા તો પણણ આવી પહોચતા તેમણે ચારેય કથિત પત્રકારો વિરુદ્ધ ફરીયાદ નોધાવતા તેમનો સાથે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

આ ઉપરાંત ચારેય અન્ય કોઈ કંપનીમાં તોડબાજી કરી છે કે કેમ ઉપરાંત તે પત્રકારો પણ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યનાં ગૃહમંત્રીએ હપ્તાખોરી સામે આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપેલો છે. જેનાં પગલે હવે નાગરીકોમાં હિંમત આવી ગઈ છે. બીજીબાજુ પત્રકારનાં નામે તોડ પાણી કરતાં કેટલાંક શખ્સો ખુલ્લેઆમ તોડબાજી કરી રહ્યાં છે. આ પરિસ્થિતિમાં  પોલીસ તંત્ર પણ ત્વરીત કામગીરી કરી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.