Western Times News

Gujarati News

ડાકોરના મેળા માટે એસટીની વધારાની ૪૧પ બસો દોડાવાશે

Files Photo

 અમદાવાદ: હોળી-ધૂળેટીના તહેવારને લઈને અમદાવાદથી દાહોદ, ગોધરા અને ઝાલોદ માટે તા.૬ થી ૧૧મી માર્ચ સુધી વધારાની ર૦૦ સ્પેશ્યલ એસટી બસો દોડાવાશે. ડાકોરના ફાગણી પૂનમના મેળા માટે પણ તા.૭ થી ૧૦ માર્ચ સુધી એસ.ટી. તંત્ર દ્વારા ૪૧પ બસો એક્સ્ટ્રા બસો મુકાશે. હોળીમાં મુસાફરોને સુવિધા માટે એસટી. નિગમ દ્વારા વિશેષ આયોજન કરાયુ છે.

અમદાવાદમાં મોટી સંખ્યામાં ખાસ કરીને બાંધકામ ક્ષેત્રમાં સંકળાયેલા મજુર વર્ગ વસવાટ કરે છે. હોળી-ધૂળટીમાં તેઓ વતન જતાં હોવાથી તેઓની સુવિધા માટે ગીતા મંદિરથી વધારાની એકસ્ટ્રા બસો દાહોદ, ગોધરા અને ઝાલોદ જવા માટે ઉપાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એક બસ ભરાય એટલા મુસાફરો હશે તો માંગ પ્રમાણે જે તે સ્થળેથી પણ બસો ઉપાડવાની તૈયારી એસટી. તંત્ર દ્વારા હાથ ધરાઈ છે.

નડીયાદ વિભાગના વિભાગીય નિયામક પરમારના જણાવ્યા અનુસાર અમદાવાદથી ડાકોર માટે ૩૦૦ ડાકોર- પૂનમ સ્પશ્યલ બસો દોડાવાશે. વડોદરાથી ડાકોર જવા માટે પ૦, નડીયાદથી ડાકોર જવા માટે ૩૦, આણંદથી ડાકોર જવા માટે ર૦, કપડવજથી ડાકોર માટે ર૦ સ્પેશ્યલ બસો દોડાવાશે. તા.૭મથી ૧૦મી માર્ચ સુધી ડાકોર હોળી-પૂનમ સ્પેશ્યલ બસો દોડાવવામાં આવનાર છે. ડાકોરમાં હંગામી બસ સ્ટેન્ડો પણ ઉભા કરવામાં આવશે કે જ્યાંથી મુસાફરોને જે તે સ્થળે જવામાં સરળતા રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.