Western Times News

Gujarati News

હોળી પર્વ નિમિત્તે અમદાવાદ શહેરમાં પોલીસ એલર્ટ ઉપર

File

અમદાવાદ: અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં હોળી- ધૂળેટીના તહેવાર ઉજવવામાં આવશે ત્યારે આ તહેવારમાં દારૂ પીને છાટકા બનતાં તત્વો સામે પોલીસતંત્રએ સઘન કામગીરી શરૂ કરી છે ગઈકાલ મોડી સાંજથી જ સમગ્ર શહેરમાં સઘન બંદોબસ્ત ગોઠવી દઈ કડક ચેકિંગ શરૂ કરવામાં આવતા સંખ્યાબંધ લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લેવામાં આવ્યા હતાં આ ઉપરાંત અનેક સ્થળોએ ચેક પોઈન્ટ ગોઠવી વાહનોનું પણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં દારૂની હેરાફેરીના મુદ્દે ભારે ઉહાપોહ મચેલો છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ  જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસને જરૂરી સુચનાઓ આપી છે જેના પગલે ગઈકાલ મોડી સાંજથી શહેર પોલીસતંત્ર એલર્ટ પર હતું સમગ્ર રાજયમાં ગુનાખોરીનો આંક વધતા ગુજરાત વિધાનસભા ગૃહમાં પણ તેના પડઘા પડયા હતાં જેના પરિણામે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહીના નિર્દેશો આપવામાં આવ્યા છે.

ઉચ્ચ અધિકારીઓના આદેશથી અમદાવાદ શહેરમાં ઠેરઠેર પોલીસતંત્ર દ્વારા નાકાબંધી કરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે હોળી ધુળેટીના તહેવારોમાં દારૂ પીને તોફાન કરતા શખ્સોને ઝડપી લેવા માટે રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે ગઈકાલ મોડી સાંજથી હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે ચેકિંગ શરૂ કરાયું હતું અને ખાસ કરીને રાજયમાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે વિશેષ ધ્યાન રાખવામાં આવી રહયું છે.

શહેરના સરખેજ વિસ્તારમાં ગઈકાલે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ચેકિંગ શરૂ કરાતા ૧રથી વધુ નશાખોરોને ઝડપી લેવામાં આવ્યા હતાં આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ હતી તે જ રીતે સોલા, નરોડા સહિતના પોલીસ સ્ટેશનોમાં પણ દારૂ પીધેલા લોકોને ઝડપી લેવામાં આવ્યા હતાં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.