Western Times News

Gujarati News

છોટા હાથીએ બમ્પ કુદાવતાં રામોલમાં રસ્તા ઉપર દારૂની રેલમછેલ

બે પેટીઓ નીચે પડીઃ બોટલો ફુટતાં રસ્તા પર દારૂ ઢોળાયો

અમદાવાદ: ગાંધીના ગુજરાતમાં સરકાર તરફથી દારૂબંધી સામે કડક પગલાં લેવાનાં આદશો કરવામાં આવ્યા છે આ મુદ્દે રાજ્યનાં પોલીસ વડાએ કેટલાંય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કડક પગલા લીધા હોવા છતા રાજ્યમાં દારૂની રેલમછેલ થઈ રહી છે આ પરીસ્થિતિમાં  રામોલમા ઈગ્લીશ દારૂનો જથ્થો ભરીને જતી પીકઅપ વહન બમ્પ ઉપરથી પસાર દારૂની પેટીઓ રસ્તા પર પડતા ફુટી ગઈ હતી અને ચારે તરફ દારૂ ઢોળળતા રાહદારીઓ પણ એકત્ર થઈ ગયા હતા જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી.

બીજી તરફ શહેર ક્રાઈમ બ્રાંચે બાતમીને આધારે દરોડા પાડતાં સૈજપુરમાં એક મહીલા બુટલેગરનાં મકાનમાં અલગ અલગ જગ્યાએ સંતાડેલો સવા બે લાખ રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો.

રામોલ પોલીસ સ્ટશનનાં એએસઆઈ મહેન્દ્રભાઈ પોતાની ટીમ સાથે વિસ્તરામાં પેટ્રોલીગ કરી રહ્યા હતા ત્યારે કંટ્રોલ રૂમમાંથી સુરેલીયા રોડ નજીક રસ્તા પર દારૂ ઢોળાઓ હોવાના મેસેજ મળ્યો હતો.  જેના આધારે મહેન્દ્રભાઈ રામોલમા સુરેલીયા રોડ પર આવેલી અંજલી સ્કુલ પહોંચ્યા હતા જ્યા રસ્તા ઉપર ઈગ્લીશ દારૂની ફુટેલી બોટલો ઉપરાંત દારૂ ઢોળાયેલો જાવા મળ્યો હતો.

આ અંગે તપાસ ચલાવતા નજરે જાનાર રાહદારીઓ તેમને જણાવ્યુ હતુ કે એક ઘટના સ્થળેથી એક છોટા હાથી પુરઝડપે પસાર થયુ હતુ અને અંજલી સ્કુલ આગળ બમ્પ આવતાં છોટા હાથી ઉછળ્યુ હતુ.  જેના પગલે તેમાંથી વિદેશી દારૂની બે પેટીઓ નીચે પડી ગઈ હીત અને ૧૦ બોટલો ફુટી ગઈ હતી જ્યારે બાકીની સીલબંધ હાલતમા પડી રહી હતી આ અંગે ડ્રાઈવ૨માં અજાણ હોવાથી તેણે છોટા હાથી ભગાવી મુક્યુ હતુ.

બીજી તરફ દસ બોટલો ફુટલી હાલતમાં તથા બાકીની સીલબંધ મળી આવતાં રાહદારીઓ પણ એકત્ર થઈ ગયા હતા જા કે પોલીસે બાકી રહેલો તમામ જથ્થો કબજે લીધો હતો બાદમાં નજીકનાં સીસીટીવી કેમેરાના ફુટેજમમાં આધારે છોટા હાથી વિશે વધુ જાણકારી મેળવવા પ્રયત્ન કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.