Western Times News

Gujarati News

મહિલાઓને પુરતી તક મળે તે જરૂરી : નાયબ મુખ્યમંત્રી

અમદાવાદ: આપણા ધર્મોમાં પણ મહિલાઓને ઉચ્ચ અને પૂજનીય સ્થાન આફવામાં આવ્યું છે. ઇશ્વરે †ી અને પુરૂષને જન્મ આપી પૃથ્વીના સંતાન તરીકે સરખા બનાવ્યા છે તેથી બંનેનું નિર્માણ સરખી દ્રષ્ટિથી થવુ જાઇએ. જા કે, †ી-પુરૂષ વ્ચે ભેદની પરિÂસ્થતિ જન્મી છે ત્યારે સ્વાભાવિક રીતે જ મહિલાઓની વધુ કાળજી લેવાય અને તેમને સન્માન મળે, તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટેના પ્રયત્નો કરવા જાઇએ. ગુજરાત રાજયનું સહકારી માળખુ દેશમાં આગળ પડતું સ્થાન ધરાવે છે ત્યારે રાજય, જિલ્લા, ગામડા અને વ્યકિતના વિકાસમાં સહકારી મંડળીઓનું મહત્વપૂર્ણ યોગદાન છે ત્યારે મહિલાઓ પણ આ ક્ષેત્રમાં વધુ સક્રિય બને તે જરૂરી છે, જેનાથી તેમનો વિકાસ અને આંતરિક ક્ષમતાઓ નીખારશે.

આજે સમાજમાં મહિલાઓ પુરૂષ સમોવડી બનીને ઉભી રહી છે ત્યારે જરૂર છે માત્ર તેઓને એક તક પૂરી પાડવાની એમ રાજયના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ગુજરાત રાજય સહકારી સંઘ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે યોજાયેલા રાજયકક્ષાના મહિલા સહકારી સેમીનારમાં જણાવ્યું હતું. રાજયકક્ષાના આ મહિલા સહકારી સેમીનારમાં રાજયભરમાં ૭૦૦થી વધુ મહિલાઓએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે નેશનલ કો-ઓપરેટીવ યુનિયન, નવી દિલ્હીના વાઇસ પ્રેસીડેન્ટ શ્રી ઘનશ્યામભાઇ અમીને જણાવ્યું હતું કે, દેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી મહિલાઓને જે હોદ્દાઓ મળવા જાઇએ, તે મળતા નથી. પરિણામે, સમાજે આ દિશામાં પરિવર્તન લાવવું પડશે અને મહિલાઓને યોગ્ય સ્થાન આપવુ પડશે.

બજેટમાં સરકાર દ્વારા મહિલાઓની વિવિધ યોજનાઓને પરિપૂર્ણ કરવા માટે ૮૦ હજાર કરોડ જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે, જે તેમની મહિલા સશકિતકરણ માટેની કટિબધ્ધતાનો હેતુ સિધ્ધ કરે છે. સહકારી પ્રવૃત્તિ દ્વારા મહિલાઓનું યોગદાન વધારી શકાય તેમ છે ત્યારે વધુ ને વધુ મહિલાઓ સહકારી પ્રવૃતિમાં જાડાય અને સહકારી માધ્યમ દ્વારા આર્થિક રીતે સક્ષમ બને તેવો તેમણે અનુરોધ કર્યો હતો. રાજયકક્ષાના આ મહિલા સહકારી સેમીનારમાં શ્રી ઘનશ્યામભાઇ અમીનનું રાજયની ટોચની સહકારી સંસ્થા ગુજરાત રાજય સહકારી સંઘમાં સતત દસમી ટર્મમાં બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટાઇ આવી

રાજય અને દેશમાં એપેક્ષ સહકારી સંસ્થાઓમાં લાંબા સમય સુધી સેવાઓ પ્રદાન કરવાનો કિર્તીમાન પ્રસ્થાપિત કરવા બદલ તેમ જ કો-ઓપરેટીવ બેંક ઓફ ઈન્ડિયા પ્રથમ ગુજરાતી ચેરમેન તરીકે સતત બે ટર્મ બિનહરીફ ચૂંટાઇ આવવા બદલ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઇન્ટરનેશનલ કો-ઓપરેટીવ એલાયન્સ-એપીમાં પ્રથમ ગુજરાતી વાઇસ ચેરમેન તરીકે ચૂંટાઇ રાષ્ટ્રનું ગૌરવ વધારવા બદલ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના હસ્તે સન્માન કરી તેઓને કો-ઓપરેટીવ ગુડ ગવર્નન્સનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેરના મેયર શ્રીમતી બીજલબહેન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજય સહકારી સંઘ દ્વારા મહિલા સશકિતકરણ માટે દર વર્ષે સહકારી સંસ્થાઓની બહેનોને વિચારોના આદાનપ્રદાન માટે અને સરકારી વિવિધ યોજનાઓની જાણકારી પૂરી પાડવા માટે જે પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યં છે તે બહુ અભિનંદનને પાત્ર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.