Western Times News

Gujarati News

ધો.૧૨ સાયન્સની પરીક્ષામાં બાયોલોજીનું પેપર પરીક્ષાર્થીએ મિત્રને વોટ્સએપ્પ થી બહાર મોકલી આપતા ચકચાર : પોલીસ ફરિયાદ 

 ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાઓમાં થતી ગેરરીતિ અટકાવવા પાછલા ૪ વર્ષથી સીસીટીવી કેમરાની નિગરાની હેઠળ પરીક્ષાઓ યોજાઈ રહી છે અરવલ્લી જીલ્લાના મોડાસાની  બ્રાઈટ જુનિયર પરીક્ષાકેન્દ્ર પર ધો.૧ર સાયન્સની પરીક્ષામાં બાયોલોજી  પેપરમાં વિદ્યાર્થીએ પરીક્ષા ખંડની અંદરથી મોબાઈલ વડે ફોટા પાડીને વોટ્સએપ દ્વારા અન્યને મોકલી દઈને પેર લીક કરી વોટ્સએપ્પ પર જવાબો લખતો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થતા કેન્દ્ર સંવાહકની સતર્કતાથી પરીક્ષાર્થીની ડિજિટલ ચોરીનો પર્દાફાશ થયો હતો   કેન્દ્ર સંવાહકે પરીક્ષાર્થી સામે તેમજ વોટ્સએપ્પ પર જવાબ લખાવનાર યુવક સામે મોડાસા  ટાઉન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

 અરવલ્લી જિલ્લાના મોડાસામાં બોર્ડની પરિક્ષામાં ગેર રીતીનો બીજી ઘટના સામે આવી છે ધોરણ.૧૨ સાયન્સની પરીક્ષામાં બુધવારે બાયોલોજી વિષયનું પેપર હતું જેમાં મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલ બ્રાઈટ જુનિયર સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપતો દિપક પ્રકાશભાઈ ચૌહાણ (રહે,બોરોલ, તા-બાયડ) નામના પરીક્ષાર્થીએ તેને સંતાડી રાખેલા સ્માર્ટ ફોન થી પ્રશ્નપત્રનો ફોટો પાડી કેંદ્ર ના બહાર બેઠલ તેના મિત્ર હાર્દિકભાઇ વિનોદભાઇ પંચાલ ને મોકલ્યુ હતુ અને તેના મિત્રએ જવાબ લખી વોટસએપ પર મેસેજ કર્યો હતો સમગ્ર ઘટના પરીક્ષાખંડમાં રહેલા સીસીટીવી કેમેરામાં દ્રશ્યો કેદ થતા સીસીટીવી કેમેરાનું જીવંત  રેકોર્ડિંગ જોઈ રહેલા કેન્દ્ર સંવાહકના ધ્યાને આવતા તાબડતોડ પરીક્ષાખંડમાં પહોંચી સુપરવાઈઝરને જાણ કરી પરીક્ષાર્થીને પરીક્ષાકેન્દ્રમાં તલાસી લેતા તેની પાસેથી સ્માર્ટ ફોને મળી આવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતા શિક્ષણજગતમાં ભારે ચકચાર મચી હતી

આ અંગે કેન્દ્ર સંવાહક દ્રારા ફરીયાદ નોંધાતા,  મોડાસા ટાઉન સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા બન્ને આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી  પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ ના જાહેરનામાના ભંગની કલમ 188 અને ગુનેગારીમાં મદદગારીની કલમ 120(બ) હેઠળ ૧)દિપક પ્રકાશભાઈ ચૌહાણ (રહે,બોરોલ, તા-બાયડ) અને ૨) હાર્દિકભાઇ વિનોદભાઇ પંચાલ વિરુદ્ધ ગુન્હો  નોંધ્યો છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.