Western Times News

Gujarati News

રોકાણકારોની સંપત્તિ ૧૦ ટ્રિલિયન રૂપિયા સુધી ઘટી

Files Photo

મુંબઈ: શેરબજારમાં આજે ગુરૂવારના દિવસે પણ હાહાકારની સ્થિતી  રહી હતી. આજે શેરબજારમાં કોરોના વાયરસની દહેશત વચ્ચે દલાલ સ્ટ્રીટમાં હાલત કફોડી રહી હતી. મૂડીરોકાણકારોએ ૧૦.૯ ટ્રિલિયન રૂપિયા ગુમાવી દીધા હતા. મિનિટોના ગાળામાં જ રોકાણકારોની સંપત્તિમાં અભૂતપૂર્વ ઘટાડો નોંધાઈ ગયો હતો. સ્થિતીમાં છેલ્લે સુધી કોઈ સુધારો થયો ન હતો. હાલમાં રોકણકારો જંગી રકમ ગુમાવી ચુક્યા છે. આજે પણ રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો જરી રહ્યો હતો.

આજે ૧૦ ટ્રિલિયન રૂપિય સુધી રોકણકારોએ ગુમાવી દીધ હતા. આજના દિવસે પણ કારોબાર શરૂ થતાની સાથે જ અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા ચિંતાનુ મોજુ રહ્યુ હતુ. આજે કારોબારીઓએ તીવ્ર મંદી વચ્ચે મિનિટનોના ગાળામાં લાખો કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. મૂડીરોકાણકારોની સંપત્તિ હાલમાં સતત ઘટી રહી છે.

ગયા શુક્રવારના દિવસે અને છેલ્લા શુક્રવારના દિવસે પણ મૂડીરોકાણકારોએ જંગી સંપત્તિ ગુમાવી દીધી હતી. કારોબાર શરૂ થતાંની સાથે જ વૈશ્વિક બજારોની અસર વચ્ચે કારોબારીઓ નુકસાનમાં ગરકાવ થયા હતા. દુનિયાભરના બજારોમાં વેચવાલીનું દબાણ વધી ગયું છે. સ્થાનિક શેરબજારમાં પણ આજે કોહરામની સ્થિતી રહી હતી. આજે મિનિટના ગાળામા ંજ કારોબારીઓએ લાખો કરોડ ગુમાવી દીધા હતા. આજે શેરબજારમાં બજારમાં રહેલી સ્થિતીનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે, માત્ર મિનિટોમાં જ બીએસઈના રોકાણકારોએ આશરે લાખો કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. બજારોમાં અંધાધૂંધીની અસર વચ્ચે શેરબજારમં મંદી રહી હતી.

મોટાભાગના શેરોમાં અફડાતફડી રહી હતી. શેરબજારમાં ઘટાડા માટે જુદા જુદા પરિબળો રહ્યા હતા. કારોબાર શરૂ થતાની સાથે જ અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. બીએસઈ સેન્સેક્સમાં આજે દિવસ દરમિયાન ૨૯૧૯ પોઈન્ટનો ઘટડો રહ્યો હતો. જે બે વર્ષની સૌથી નીચી સપાટી પર સેંસેક્સ પહોંચી જતા અફડતફડી રહી હતી. નિફ્ટીએ માર્ચ ૨૦૧૮ બાદથી પ્રથમ વખત ૧૦ હજારની મનોવૈજ્ઞાનિક સપાટી ગુમાવી દીધી હતી. ઈન્ટ્રા ડેના કારોબાર દરમિયાન આ ઘટાડો વધારે રહ્યો હતો. વૈશ્વિક શેરબજારમાં આજે ખૂબ ખરાબ હાલત રહી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપથી આવતા લોકો પર પ્રતિબંધ મુકી દીધા બાદ વૈશ્વિક બજારો હચમચી ઉઠ્યા હતા. યુરોપિયન શેરબજારમાં ચાર વર્ષની નીચી સપાટી જાવા મળી હતી. સેંસેક્સમાં એક દિવસની સૌથી મોટી મંદી આજે રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.