Western Times News

Gujarati News

એસ.વી.આઇ.ટી. વાસદ ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટીની ટ્રેનિંગ અપાઈ

શૈક્ષણિક સંસ્થા તકક્ષશિલા અગ્નિ કાંડ સુરત માં જે થયું તે પછીથી રાજ્ય માં બીજી આવી ઘટના ન બને તે હેતુ થી સરકાર અને સંસ્થાઓ કદમ ઉઠાવી રહી છે. આના અનુસંધાનમાં એસ.વી.આઈ.ટી. વાસદ ના મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ ની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને અગ્નિશામક યંત્રો સમગ્ર સંસ્થામાં લગાવવા માં આવ્યા છે.

આ અગ્નિશામક સાધનો નો ઉપયોગ કેવી રીતે કરવો, આપાતકાલિન સ્થિતિ માં શું ધ્યાનમાં રાખવું, કયા નિયમો નું પાલન કરવું, અગ્નિ માટે ની વિવિધ સજ્ઞાન / ચિનહો ની જાણકારી આપવા માટે સ્ટાફ અને વિદ્યાર્થી ઓ માટે લેક્ચર તેમજ પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને મોકડિલ નું આયોજન રાહુલ જૈન (જૈન ફાયર સોલ્યુશન, વડોદરા) ના સહયોગ થી કરવા માં આવ્યું હતું.

મોકડિલ માં, અગ્નિ ના પ્રકારો, તે કયા પ્રકારની આગ છે તે અને તેની ઉપર કાબૂ મેળવવા માટે કયા અગ્નિશામક સાધનો  નો ઉપયોગ કરવો વગેરેની માહિતી આપવામાં આવી હતી.

 અગ્નિશામકો જેવાકે ફાયર ટ્રોલી અને પોર્ટેબલ,ફાયર નળી અને હાઇડ્રેન્ટ્સ,કેબિનેટ્સ અને સ્ટેન્ડ્સ,ફીણ ઇન્ડક્ટર્સ અને શાખા પાઈપો,હેલિડેક ફીણ મોનિટર, સીઓ 2, એફએમ 200 ઇર્જન વગેરે સહિતની ફાયર સપ્રેસન સિસ્ટમ્સ વિગેરે સાધનો ની જાણકારી આપી હતી.

ત્રણ દિવસ આ કાર્યક્રમ નું સંચાલન એન.એસ.એસ.ના સ્વયંસેવકો રવિ દવે અને કુ. નેહા ભટ્ટ દ્વારા પ્રોગ્રામ ઓફીસર વિકાશ અગ્રવાલ ની દેખરેખમાં કરવા માં આવ્યું હતું

એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ,સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ, આચાર્ય ડૉ. એસ. ડી. તોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂરી કરવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.