Western Times News

Gujarati News

માણાવદરમાં શૈશવ સ્કૂલમાં એક માત્ર વિદ્યાર્થી અને 11 નો સ્ટાફ 

માણાવદરમાં શૈશવ સ્કૂલમાં એસ. એસ.સી. ના અંગ્રેજી પેપરમાં આજે માત્ર એક વિદ્યાર્થી ને 11 નો સ્ટાફ રોકાયો  શહેરમાં એસ. એસ.સી ની પરીક્ષા માં અંગ્રેજી ના પેપરમાં માત્ર એક જ વિદ્યાર્થી પેપર આપતા નજરે પડ્યો જે માટે કુલ શિક્ષકો, લોબી કન્ડેક્ટર , સુપરવાઇઝર, પોલીસ તથા હોમગાર્ડઝ સહિત 11 નો સ્ટાફ નિમણુંક કરાયો હતો  આવું  પ્રથમ વખત જ અહિંયા બન્યું છે.

એસ. એસ. સી. ની પરીક્ષામાં સીસીટીવી કેમેરા,  સરકારી સ્ટાફ તથા ભાજપ સરકાર ની પરીક્ષા ચોરી ડામવાના અતિ સધન ચેકિંગ સીસીટીવી કેમેરા સહિત ના પગલાં લેવાતા આ વખતે સંપૂર્ણ ચોરી દૂષણ ડામી દેવામાં સફળતા મળી છે. જેથી મહેનતી વિદ્યાર્થીઓ ની મહેનત રંગ લાવશે અને દરેક વિદ્યાર્થી મહેનત કરતા થશે અને દેશનું ભવિષ્ય તેજસ્વી વિદ્યાર્થીઓ ઉજવળ બનાવી શકે તે જરૂરી છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.