Western Times News

Gujarati News

મોડાસા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન લોન્ચ કરાયું

(તસ્વીરઃ- દિલીપ પુરોહિત, બાયડ)

(પ્રતિનિધિ)બાયડ, આજ રોજ અરવલ્લી જિલ્લા ના મુખ્ય મથક મોડાસા ખાતે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી નડૃ તથા ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને સદસ્યતા અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ ભાર્ગવ ભાઈ ભટ્ટ એ સદસ્યતા અભિયાનના લોન્ચ કર્યું ત્યારે આજે નરેન્દ્રભાઇ પટેલ (માજી ચેરમેન કારોબારી સમિતિ સાબરકાંઠા જિલ્લા પંચાયત) અભિયાનમાં જોડાવવાની શરૂઆત કરી જોગાનું જોગ આજે મોડાસા ખાતે મોડાસા તાલુકાના સસ્તા અનાજ દુકાનદારો ની મીટીંગ મોડાસા રામપાર્ક ખાતે યોજાઇ હતી ત્યારે હોદેદારો ને વિનતી કરતા રમણભાઈ પ્રજાપતિ,લખાભાઈ પટેલને વિનતી કરતા ૫૦ જેટલા દુકાનદારો સામે ભાજપા ના સભ્ય બનવા માટે વિનંતી કરી પત્રિકાઓ તેમજ મોટા બેનર લગાવી સમજ આપતા બધાજ દુકાનદારો સભ્ય બન્યા અને સારું કામ થયા નો સંતોષ થયો.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.