Western Times News

Gujarati News

ઘરોમાં રસોડા ચાલુ રહે અને ખેડૂતોને મદદ મળતી રહે તે સુનિશ્ચિત કરવા માટે રેલવે તંત્ર દ્વારા પ્રયાસો

1 થી 12 એપ્રિલ 2020 સુધીમાં રેલવે દ્વારા 36724 વેગન ખાદ્યાન્ન, 861 વેગન ખાંડ, 1753 વેગન મીઠું, 606 વેગન/ ટેન્ક ખાદ્યતેલ અને 14317 વેગન ખાતરના જથ્થાનું પરિવહન કરવામાં આવ્યું

63 રૂટ સૂચિત કરવામાં આવ્યા અને 171 સમય નિર્ધારિત ટ્રેનો આ રૂટ પર ફળો, શાકભાજી, દુધ અને ડેરી ઉત્પાદનો તેમજ ખેતીવાડીના હેતુથી બિયારણ સહિત ઝડપથી બગડી જાય તેવી વસ્તુઓનું પરિવહન કરી રહી છે

ખાદ્યાન્ન, ખાંડ, મીઠું અને ખાદ્યતેલ જેવી કૃષિ પેદાશો સમયસર ઉપાડી લેવામાં આવે અને ખેડૂતોને પૂરતા જથ્થામાં ખાતરનો પૂરવઠો સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે પણ રેલવે દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે
(PIB) નવી દિલ્હી, ભારતના તમામ ઘરોમાં સામાન્ય રીતે રસોડા ચાલુ રહે અને ખેડૂતોને કૃષિ ક્ષેત્રમાં ખેતી સંબંધિત તમામ જરૂરી ઇનપુટ્સ સમયસર મળવાનું ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે 1 એપ્રિલથી 12 એપ્રિલ 2020 સુધીના છેલ્લા 12 દિવસમાં ભારતીય રેલવે દ્વારા 36724 વેગન ખાદ્યાન્ન, 861 વેગન ખાંડ, 1753 વેગન મીઠું, 606 વેગન/ ટેન્ક ખાદ્યતેલ અને 14317 વેગન ખાતર (એક વેગનમાં 58થી 60 ટન માલનું પરિવહન થઇ શકે) જથ્થાનું પરિવહન કરવામાં આવ્યું છે.

ખાદ્યાન્ન, ખાંડ, મીઠું અને ખાદ્યતેલ જેવી ખેત પેદાશો સમયસર ઉપાડવામાં આવે અને ખેડૂતોને કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન પણ પૂરતા પ્રમાણમાં સમયસર ખાતરનો જથ્થો પહોંચી રહે તે માટે આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવશ્યક ચીજવસ્તુઓ લોડિંગ, પરિવહન અને અનલોડિંગ એપ્રિલ 2020ના પહેલા 12 દિવસમાં પૂરજોશમાં કરવામાં આવ્યું છે. આગામી ખરીફ મોસમમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થઇ શકે તેમ માટે તેની હેરફેર માટે રસાયણ અને ખાતર મંત્રાલય સતત સંકલન કરી રહ્યું છે. ખાદ્યન્નના લોડિંગ માટે કૃષિ મંત્રાલય સાથે ખૂબ નીકટતાપૂર્વક જોડાણ જાળવી રાખવામાં આવ્યું છે.

વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

ક્રમ તારીખ ખાદ્યાન્નના વેગનની સંખ્યા ખાંડના વેગનની સંખ્યા મીઠાંના વેગનની સંખ્યા ખાદ્યતેલના વેગનની સંખ્યા ખાતરના વેગનની સંખ્યા
1. 01.04.2020 2343 210 761
2. 02.04.2020 2582 133 64 1047
3. 03.04.2020 3285 41 103 122 1123
4. 04.04.2020 3151 42 84 50 996
5. 05.04.2020 2810 42 165 42 996
6. 06.04.2020 2730 42 170 14 960
7. 07.04.2020 3211 105 168 1504
8. 08.04.2020 3478 84 236 50 1225
9. 09.04.2020 4061 64 41 50 1434
10. 10.04.2020 3192 63 275 69 1518
11. 11.04.2020 2973 42 168 70 1324
12. 12.04.2020 2908 126 210 75 1429
કુલ 36724 861 1753 606 14317

ભારતીય રેલવે દ્વારા ફળો, શાકભાજી, દુધ અને ડેરીના ઉત્પાદનો તેમજ ખેતીના હેતુથી બિયારણો સહિત ઝડપથી બગડી જાય તેવી આવશ્યક વસ્તુઓના પરિવહન માટે લૉકડાઉન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં પાર્સલ વિશેષ ટ્રેન માટે 63 રૂટ ઓળખી કાઢવામાં આવ્યા છે. 13 એપ્રિલ સુધીમાં 63 રૂટ સૂચિત કરવામાં આવ્યા છે અને આ રૂટ પર સમય નિર્ધારિત ટ્રેનો દોડાવવામાં આવે છે.

દેશમાં તમામ મોટા શહેરો એટલે કે, દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નઇ, હેદરાબાદ અને બેંગલુરુ વગેરે શહેરોને જોડવા માટે પાર્સલ વિશેષ ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં, ગુવાહાટી સાથે વધુ યોગ્ય કનેક્ટિવટી સુનિશ્ચિત કરવામાં આવી છે જેથી દેશમાં પૂર્વોત્તરના પ્રદેશો સુધી પૂરવઠો સુનિશ્ચિત થઇ શકે. આ ટ્રેનો દ્વારા જોડવામાં આવેલા અન્ય મહત્વના શહેરોમાં ભોપાલ, અલ્હાબાદ, દહેરાદૂન, વારાણસી, અમદાવાદ, વડોદરા, રાંચી, ગોરખપુર, તિરુવનંતપુરમ, સાલેમ, વારાંગલ, વિજયવાડા, વિશાખાપટ્ટનમ, રાઉરકેલા, બિલાસપુર, ભૂસાવળ, ટાટાનગર, જયપુર, ઝાંસી, આગ્રા, નાસિક, નાગપુર, અકોલા, જલગાંવ, સુરત, પૂણે, રાયપુર, પટણા, આસન્સોલ, કાનપૂર, બિકાનેર, અજમેર, ગ્વાલિયર, મથુરા, નેલ્લોર, જબલપુર વગેરે છે.

જ્યાં માંગ ઓછી હોય તેવા રૂટ પર પણ ટ્રેનો ચલાવવામાં આવે છે જેથી દેશમાં કોઇપણ હિસ્સો જોડાણ વગર બાકી ન રહી જાય. તમામ વ્યવહારુ સ્થળો પર ટ્રેનોને રસ્તામાં સ્ટોપેજ આપવામાં આવ્યા છે જેથી મહત્તમ પાર્સલનું ક્લિઅરન્સ થઇ શકે.
દરેક રાજ્ય મિશન નિદેશકો અને રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોના સંબંધિત સચિવોને વિનંતી કરવામાં આવી છે કે રેલવે દ્વારા દોડાવવામાં આવતી ટ્રનોનો મહત્તમ લાભ ઉઠાવવા માટે તેઓ પોતાના તમામ સંસાધનો ગતિશીલ કરે. જો રાજ્યોમાંથી નવા રૂટ માટે અથવા સ્ટોપેજ માટે માંગ વધે તો અધિક સભ્ય (વ્યાપારી) રેલવે બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ તાત્કાલિક પગલાં લેવા માટે મદદરૂપ થશે.

તમામ CCMના PR/વિભિન્ન ઝોનના મુખ્ય વ્યાપારિક પ્રબંધક, બુકિંગની પ્રક્રિયા, આ વિશેષ ટ્રેનોના સમયપત્રક અને ભાડાની ગણતરીની વિગતો તમામ અધિકારીઓને મોકલી આપવામાં આવી છે જેથી તેઓ શેર કરી શકે અને વ્યાપક પ્રચાર થઇ શકે. પાર્સલ વિશેષ ટ્રેનો સંબંધિત વિગતોની લિંક ભારતીય રેલવેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે: indianrailways.gov.in , પાર્સલ વિશેષ ટ્રેનોની વિગતોની સીધી લિંક અહીં ઉપલબ્ધ છે:


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.