Western Times News

Gujarati News

ભીલવાડાથી મેઘરજ આવેલા ૬ વેપારીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ

રાજ્યમાં કોરોના કોહરામ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીના કુલ પોઝિટીવ દર્દીઓની સંખ્યા ૬૧૭ પર પહોંચી ગઈ છે.અરવલ્લી જીલ્લાંની રાજસ્થાન રાજ્યને જોડાતી આંતરરાજ્ય સરહદો સીલ હોવાના દાવાઓ વચ્ચે રાજસ્થાનમાં કોરોનાના હોટસ્પોટ જાહેર થયેલા કોરોનાથી સંક્રમિત બનેલા ભીલવાડા જીલ્લાના ૬ વેપારીઓ રવિવારે રાત્રે વાહન મારફતે મેઘરજમાં પહોંચતા ભારે હડકંપ મચ્યો હતો

મેઘરજ આરોગ્ય તંત્રએ પોલીસના સહયોગથી ભીલવાડાના ૬ વેપારીઓ ઝડપી પાડી સ્ક્રીનિંગ કરી મોડાસાની કોવીડ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં ખસેડી જીલ્લા આરોગ્ય વિભાગે કોરોનગ્રસ્ત તો નથી ને તે માટે તમામ ૬ લોકોના સેમ્પલ પરીક્ષણ માટે સોમવારે અમદાવાદ મોકલી આપવામાં આવ્યા હતા મંગળવારે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અરવલ્લી જીલ્લામાં અત્યારસુધી એક પણ કેસ કોરોનાનો મળ્યો નથી જેના કારણે લોકો એ હાશકારો અનુભવ્યો છે બીજીબાજુ જીલ્લાને અડીને આવેલા રાજસ્થાનમાં કોરોનાની મહામારીએ જીલ્લાને અડીને આવેલા વિસ્તારોમાં પગપેસારો કરતા અરવલ્લી જીલ્લામાં કોરોના વાયરસ ગમે તે ઘડીએ દસ્તક દેતો નવાઈ નહિ નો સંદેહ વ્યક્ત થઈ રહ્યો છે.

ત્યારે સરહદો પરની ઢીલી નીતિની પોલ ભીલવાડાના વેપારીઓએ ખુલ્લી પાડી દેતા વહીવટી તંત્ર અને પોલીસતંત્રમાં ભારે હડકંપ મચ્યો હતો અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ વધુ એકવાર આંતરરાજ્ય સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ ભીલવાડા થી આવેલા ૬ શખ્શો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથધરી હતી

ભીલવાડાના ૬ વેપારીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા મેઘરજ આરોગ્ય અને પોલીસતંત્રે રાહતનો શ્વાસ લીધો

મેઘરજમાં રાજસ્થાનના લોકો અને ધંધાર્થીઓની અવર-જવર થઈ રહી હોવાની માહિતી મેઘરજ આરોગ્ય તંત્રને થતા સતર્ક બન્યું હતું રવિવારે રાત્રે રાજસ્થાનના ભીલવાડાના ૬ વેપારીઓ ધંધાર્થે મેઘરજ નગરમાં આવતા આ અંગે મેઘરજ આરોગ્ય વિભાગને જાણ થતા આરોગ્ય વિભાગ સતર્ક બની પોલીસતંત્રના સહયોગથી ૬ શખ્શોની શોધખોળ હાથધરાતા ખાનગી વાહન સાથે મળી આવતા તમામ લોકોને મોડાસાની કોવીડ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા ૬ વેપારીઓના સીધા સંપર્કમાં આવેલા આરોગ્ય અને પોલીસતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો ત્યારે ૬ શખ્શોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો અનુભવ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.