Western Times News

Gujarati News

ભરૂચના ઐતિહાસિક રતન તળાવ નજીકથી છ જેટલા શિડ્‌યુલ ૧ માં આવતા કાચબાના બચ્ચાઓ મળી આવ્યા

કાચબાના બચ્ચાઓ રસ્તે રઝળતા જોઈ સ્થાનિકોએ વન વિભાગ ને જાણ કરતાં વન વિભાગ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ ના ઐતિહાસિક ગણાતા રતન તળાવ ને સફાઈ ના નામે અડધા ભાગને પુરાણ કરાઈ દેવામાં આવ્યું છે જયારે અન્ય હિસ્સા માં રહેલા રતન તળાવ માં ૪૦૦ થી ૫૦૦ વય ના શિડ્‌યુલ ૧ માં આવતા કાચબાઓ હોવા છતાં રતન તળાવ ના શુદ્ધિકરણ માટે તંત્ર ઉણુ ઉર્ત્યું છે ત્યારે આ તળાવ ની પાછળ કરોડો રૂપિયા ની ગ્રાન્ટ મંજુર તો થઈ પરંતુ તેનો ઉપયોગ ક્યાં થાઈ છે તે ખબર નથી.પરંતુ આજે છ જેટલા કાચબાઓ ના બચ્ચા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તમામ બચ્ચા ઓ ને ગંદકી ના સામ્રાજ્ય વચ્ચે રતન તળાવ માં જ છોડવામાં આવ્યા હતા.

ભરૂચ નું ઐતિહાસિક રતન તળાવ સત્તા બે વર્ષ થી વિવાદ માં રહ્યું છે.શિડ્‌યુલ ૧ માં આવતા કાચબા ઓ ના મોત ના પગલે સ્થાનિક રહીશો એ વારંવાર ઉગ્ર આંદોલન કર્યા,ધરણા પ્રદર્શન કર્યા,કાચબા ના મૃતદેહ ને કલેકટર ના દ્વારે મૂકી ને પણ વિરોધ નોંધાવ્યો છતાં તંત્ર ના બહેરા કાને વાત ન પહોંચતી હોય તેમ સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે ત્યારે આ ઐતિહાસિક રતન તળાવ માં બે વર્ષ ના ટૂંકા ગાળા માં અંદાજીત ૪૦૦ થી ૫૦૦ વય ના કાચબાઓ ટપોટપ મૃત્યુ પામ્યા છે અને અંદાજીત ૨૫૦ જેટલા કાચબાઓ ના મૃત્યુ બાદ પણ તંત્ર દ્વારા રતન તળાવ નું યોગ્ય શુદ્ધિકરણ ન થતાં સમગ્ર રતન તળાવ માં ગંદકી ના સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે.

ત્યારે રતન તળાવના વિકાસ માટે અલગ અલગ યોજનાઓ માંથી અઢી થી ત્રણ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હોવા છતાં રતન તળાવ વિકસિત ન થયું.પરંતુ તળાવ ના શુદ્ધિકરણ ના નામે રતન તળાવના કેટલાક ભાગ નું પુરાણ કરી તે તળાવ ના રહેલા અંદાજીત ૪૦ જેટલા કાચબાઓને રતન તળાવના પાણી માં છોડી દેવામાં આવ્યા હતા પરંતુ રતન તળાવનું કોઈપણ જાત નું શુદ્ધિકરણ કરવામાં આવ્યું ન હોવાના કારણે મોત નીપજી રહ્યા હોવાના કારણે સ્થાનિકો માં ભારે રોષ ભભૂકી ઉઠ્‌યો છે.

ત્યારે રતન તળાવના ગંદકી ના સામ્રાજ્ય ના કારણે સ્થાનિકો એ હવે રતન તળાવ માં કાચબાઓ આવનારી પેઢીઓ ને જોવા નહિ મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યાં હતા પંરતુ હાલ માં જ ૬ જેટલા કાચબાઓ ના બચ્ચા રસ્તા ઉપર રઝળતા મળી આવતા સ્થાનિક રહીશો એ ૬ જેટલા કાચબાઓ ના બચ્ચા ને સુરક્ષિત રીતે રાખી વન વિભાગ ની ટીમ ને જાણ કરતાં અધિકારીઓ ની ટીમે ઘટના સ્થળે દોડી આવી ૬ જેટલા કાચબા ના બચ્ચાઓ નું નિરીક્ષણ કરી તેઓ ને સુરક્ષિત રીતે રતન તળાવ માં ગંદકી ના સામ્રાજ્ય વચ્ચે છોડી મુકવામાં આવ્યા હતા.

ત્યારે સ્થાનિકો એ પણ તંત્ર સામે વિરોધ વ્યકત કરતા જણાવ્યું હતું કે રતન તળાવ ના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયા ની ગ્રાન્ટ મંજુર થઈ છે તે ગ્રાન્ટો યોગ્ય ઉપયોગ કરી રતન તળાવ નું શુદ્ધિકરણ થાય તેવી માંગ ઉચ્ચારી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સરકાર સુફલામ સુજલામ યોજના અંતગર્ત તળાવો ખોદી રહ્યા છે પરંતુ જે ઐતિહાસિક તળાવો છે તેને જ વિકસિત કરવામાં ઉણા ઉતર્યા છે ત્યારે ભરૂચ માં રહેલા ઐતિહાસીક રતન તળાવ નું શુદ્ધિકરણ કરાવે તો સાચા અર્થ માં સરકાર ની સુફલામ સુજલામ યોજના સફળ થયેલી ગણાશે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.