Western Times News

Gujarati News

કપડવંજના નારસીહપુર ગામે સંક્રમણને રોકવા સેનેટાઇઝ કરવામાં આવ્યું

કપડવંજ તાલુકાના નરસીહપુર ગામે કોરોના વાયરસ ના સંક્રમણ ને રોકવા સરપંચ કપિલાબેન મનોજભાઈ પટેલ અને તલાટી કમ મંત્રી ડી.ડી.પટેલ દ્વારા અનેક પગલાં ભરવામાં આવ્યા છે જંતુનાશક દવા ના પંપ દ્વારા સંપૂર્ણ ગામમાં સ્પ્રે કરીને સેનેટાઇઝ કરવામાં આવ્યું કોરોના વાયરસ ની જાગૃતિ ની માહિતી આપતી પુસ્તિકાઓ છપાવી ગામમાં વેચવામાં આવી કોરોના વાયરસની અગાઉથી ગંભીરતા દાખવી લોકડાઉન પહેલાના સમયમાં ગ્રામ જનોને જાણ કરવા PHC મોટીઝેરના ડોક્ટર આયુર્વેદ દવાખાનાના તબીબ અને દૂધ મંડળીના સહકારથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા સભા કરી

કોવીડ – ૧૯ અંગેની જાણકારી આપી હતી નરસીપુર ગામના તમામ રોડ રસ્તા સ્વાઈપ મશીન દ્વારા સાફ કરવામાં આવ્યા ગ્રામ પંચાયતના સફાઈ કામદારો દ્વારા સંપૂર્ણ ગામમાં સફાઈ કરી ગેમેક્ષીન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો સસ્તા અનાજની દુકાનો પર સરકાર શ્રી દ્વારા મળતા અનાજ ની વહેંચણી સમયે ત્યાં હાજર રહી સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન થાય તેની દેખરેખ રાખવામાં આવી હતી.

નરસિંહપુર ગ્રામ પંચાયત વિસ્તારના આજુબાજુના નાગરિકો બહારથી કોઈ વ્યક્તિ આવે નહીં તે માટે સ્વયંસેવકો દ્વારા સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવે છે નરસિંહપુર ગ્રામ પંચાયતની ઓગણવાડી કાર્યકરો આશાવર્કરો આરોગ્ય કર્મચારીઓ તાલુકા મથકની તમામ કચેરીઓ તથા સ્વયં સેવકો દ્વારા ગ્રામજનોને રોગ પ્રતિકારક શક્તિ વધારવા દર ત્રણ દિવસના સમયાંતરે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું ગામના પ્રવેશ દ્વાર ઉપર ગામમાં પ્રવેશતા લોકો ની રજીસ્ટરમાં નોંધણી કરવામાં આવે છે લોકોને ઘરમાં રહો સુરક્ષિત રહો તેવી અપીલ પણ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.