Western Times News

Gujarati News

અમદાવાદમાં માત્ર 6 દિવસમાં મરણાંક ડબલ થયો : 35 દિવસમાં 135 મૃત્યુ

છેલ્લા 06 દિવસ માં 134 માં મૃત્યુ-મે મહિનાના પાંચ દિવસ માં કુલ કેસ ના 30 ટકા કેસ અને 45 ટકા મરણ નોંધાયા

અમદાવાદ, (દેવેન્દ્ર શાહ) શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વધુ ઘાતક બની રહ્યો છે શહેરમાં કોરોના ના કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે તેમજ માત્ર 06 દિવસ માંજ મૃત્યુઆંક ડબલ થયો છે. તેવી રીતે કુલ કેસ ની સંખ્યામાં પણ છેલ્લા એક સપ્તાહ દરમ્યાન અસામાન્ય વધારો થયો છે.જેના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે જ્યારે નાગરિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અમદાવાદ શહેરમાં કોરોના 4358 કેસ કન્ફર્મ થયો છે જેની સામે 269 દર્દીઓના મૃત્યુ થયા છે કોરોનથી સૌથી વધુ મૃત્યુ મધ્ય ઝોન મા નોંધાયો છે મધ્ય ઝોનના જમાલપુર વોર્ડમાં મૃત્યુઆંક 80 જેટલો થઈ ગયો છે અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસ ના ડબલિંગ માં વધારો થયો છે. કમિશનર ના કહેવા મુજબ કેસ ડબલિંગ રેશિયો 10 દિવસ નો થઈ ગયો છે જે સારી બાબત છે. પરંતુ તેની સામે મૃતકો ની સંખ્યા માં થઈ રહેલો વધારો ચિંતાજનક છે. શહેર માં કોરોનાથી પ્રથમ મૃત્યુ 26 માર્ચે ના દિવસે થયું હતું.

તે સમયે કોરોના દર્દીઓની કુલ સંખ્યા માત્ર 33 હતી. 26 માર્ચે થી 29 એપ્રિલ સુધી એટલે કે લગભગ 35 દિવસના સમયગાળા દરમ્યાન 135 લોકો ના કોરોના થી મરણ થયા હતા. તે સમયે કોરોના દર્દીઓની કુલ સંખ્યા 2843 હતી. જયારે મૃત્યુદર 4.74 ટકા જેટલો હતો. પરંતુ તે પછી માત્ર છ દિવસ માં જ કોરોના કેસ અને મરણ માં વિસ્ફોટ થયો છે. 30 એપ્રિલ થી 5મી મે સુધી કુલ 134 દર્દી ના મૃત્યુ નોંધાયા છે. આ આંકડા ચોંકાવનારા અને ચિંતાજનક છે. કારણ કે 35 દિવસ માં જેટલા મરણ થયા હતા તેટલા જ મૃત્યુ માત્ર 06 દીવસ માં જ થયા છે.

5મી મૅ સુધી કોરોના ના કુલ કેસ ની સંખ્યા 4358 થઈ છે. જ્યારે મૃત્યુઆંક 269 થયો છે. તેથી મૃત્યુદર 6.12 ટકા થયો છે. આમ, માત્ર 06 દિવસ માં જ મૃત્યુ ની સંખ્યા વધવાની સાથે સાથે મૃત્યુદર માં પણ અસામાન્ય વધારો થયો છે. શહેરમાં 30 એપ્રિલે 248 કેસ અને 12 મરણ , 1લી મે ના રોજ 267 કેસ અને 16 મરણ , બીજી મે એ 243 કેસ અને 20 મરણ, 3જી મે એ 270 કેસ અને 21 મરણ, 4 મે ના દિવસે 251 કેસ સામે 26 મરણ અને 5મી મે ના રોજ 336 કેસ અને 39 મરણ નોંધાયા છે. આમ, છેલ્લા 06 દિવસમાં 1615 કેસ અને 134 મૃત્યુ થયા છે. તેમજ મૃત્યુદર 8.29 ટકા થયો છે.

અમદાવાદમાં મે મહિના ના પ્રથમ પાંચ દિવસ માં 1367 કેસ અને 122 મૃત્યુ નોંધાયા છે શહેરમાં નોંધાયેલ કુલ કેસ ના 31 ટકા કેસ અને 45 ટકા મરણ મે મહિનામાં જ નોંધાયા છે. દેશ અને શહેર ના સૌથી હાઈરિસ્ક વોર્ડ જમાલપુર માં મૃત્યુદર 11 ટકા સુધી પહોંચી ગયો છે. નોંધનીય છે કે જમાલપુર માં એક સપ્તાહ પહેલાં મૃત્યુદર આઠ ટકા આસપાસ હતો. જયારે રેડઝોન માં જેનો સમાવેશ કરવામાં આવ્યો નથી તેવા બોડકદેવ અને નારણપુરા વિસ્તાર માં પણ મૃત્યુદર 11 ટકા કરતા વધારે છે. આ આંકડા સરકાર માટે રેડ સિગ્નલ સમાન છે. તેમ નિષ્ણાત માની રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.