Western Times News

Gujarati News

જંબુસર તાલુકામાં વસતા પરપ્રાંતિયો વતન જવા બેબાકડા બની મામલતદારને રજૂઆત કરવા પહોંચ્યા.

ભરૂચ, કોરોના વાયરસને લઈ લોકડાઉન થતાં કંપનીમાં કામ કરતા તથા અલગ અલગ વ્યવસાય થકી રોજગારી મેળવતા પરપ્રાંતિય શ્રમિકોની રોજી રોટી છીનવાઈ જતાં પોતાના માદરે વતન જવા એક હજાર જેટલા શ્રમિકો બેબાકડા બની જંબુસર મામલતદાર તથા જંબુસર મત વિસ્તાર ધારાસભ્યને રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા.

કોરોના વાયરસની મહામારી ને લઈ દેશભરમાં લોક ડાઉનની સ્થિતિ છે ત્યારે પીઆઇ કંપની તથા અલગ અલગ વ્યવસાયમાં કામ કરતા ૧૦૦૦ જેટલા શ્રમિકો જેવો પંથકમાં જુદી જુદી જગ્યાએ કે સ્વતંત્ર કામગીરી થકી રોજગારી મેળવતા શ્રમિકોની લોકડાઉનને કારણે બેરોજગાર બનતા ખાવાના ફાંફા પડી રહ્યા છે અને લોક ડાઉનને કારણે અનેક લોકો ફસાયા છે.જેને લઈ પોતાના માદરે વતન જવા અધિરા બન્યા છે.

પરપ્રાંતિય વતન જવા માટે ઉછીના રૂપિયા લઇ ભાડાની રકમ સરકારના આદેશ મુજબ રેલવે ટિકિટના જમા કરાવ્યા છે તેમ છતાંય વતન જવા માટે કોઈ સંદેશો ન મળતાં જંબુસર મામલતદાર કચેરી ખાતે એકત્ર થઇ મામલતદાર જંબુસર બીએ રોહિત જંબુસર મતવિસ્તાર ધારાસભ્ય સંજયભાઈ સોલંકીને રજૂઆત કરી હતી

તથા પ્રાંત કચેરી ખાતે જઈ યુપી બિહાર ઝારખંડના શ્રમિકોના પ્રતિનિધિ સ્વરૂપે પાંચ સાત જેટલા પરપ્રાંતિયો સોશિયલ ડિસ્ટન્સ રાખી પ્રાંત અધિકારી એ કે કલસરિયાની રજૂઆત કરી અને પીઆઈ કંપનીમાં માર્ચ મહિના થી પગાર કરવામાં આવ્યો નથી.તે સહિત વહેલી તકે પોતાના વતન જવાની માંગણી સાથે પોતાની વેદના પરપ્રાંતિયોએ ઠાલવી હતી.પ્રાંત અધિકારીએ થોડી ધીરજ અને સંયમ રાખો બે ત્રણ દિવસમાં વતન મોકલવાની વ્યવસ્થા કરી દેવામાં આવશે તેવી હૈયા ધારણ આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.