Western Times News

Gujarati News

કોઈ પણ ગરીબ ભૂખ્યો ન સૂવે તે માટે આર્થિક નબળા પરિવારો માટે રાશન કીટનું વિતરણ

કાણોદર : કોરોના વાઇરસ મહામારીએ દેશ સહિત આખા વિશ્વમાં આપતિકાળનું નિમાર્ણ કર્યું છે. કાણોદર દરેક બાબતે આજ દિન સુધી આગળ પડ્તું રહ્યુ છે. શૈક્ષણિક ક્ષેત્રે હોય કે સેવા કાર્યો હોય હમેંશા સારા, કપરા સમયમાં સતત કાર્યશીલ રહ્યુ છે.

આજે એજ પરંપરાને જાળવી રાખવાના ભાગરૂપે કોરોના વાઇરસના પ્રકોપથી પ્રભાવીત ગ્રામજનોનું જીવન નિર્વાહ ફરીથી સુનિશ્ચિત થાય તે હેતુસર કાણોદર ગામના સમસ્ત કાણોદર જુની જમાત પરિવારજનો તરફથી તમામે તમામ એક સૂર બની કાણોદર હાઇવે પર ચાલતા જતા તથા વાહન ચાલકોને છેલ્લા દસ દિવસ થી પૂરી અને બટાકા નું શાકના પાર્સલ તથા પાણીની બોટલો ડિસ્ટગીંગ અને સેનેટીંગ સહિતની સુરક્ષિત સાવચેતી સાથે એક ઉમદા ગુપ્ત મહાદાન આપ્યુ હતુ.

આ સમયે સેવાભાવી તમામ મિત્રો ફોટોગ્રાફીથી દુર રહેવાની સુચના સાથે ફોટોગ્રાફીમાં દુર રહ્યા હતા ઘણુ સમજાવ્યા કે આપ સૌની સેવા જોઇ બીજા લોકો પ્રેરાય ત્યારે વધુ નહિ દુરથી ફોટોગ્રાફી માટે જણાવ્યુ ત્યારે ફોટોગ્રાફી કંડારી હતી. ઉમદા કાર્યશીલીને લાયન ડો. યાસીન પોલરાએ આ ઉમદા સેવાને ગુપ્તદાન મહાદાન શબ્દ આપી બિરદાવ્યા હતા અને તમામ માટે આશિર્વચન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કાણોદર ગામના સમસ્ત કાણોદર જુની જમાતના પરિવારજનોએ આ અગાઉ પણ કોરોના મહામારીની આફત માં કોઈ પણ ગરીબ ભૂખ્યો ન સૂવે તે માટે આર્થિક નબળા પરિવારો માટે રાશન કીટ (૫ – કિલોગ્રામ ઘઉનો આટો, ૧ – કિલોગ્રામ ખોંડ, ૫૦૦ – તુવેરદાળ, ૨૫૦ – મગનીદાળ, ૨૫૦ – ચણાદાળ , ૨૫૦ – મરચું , ૨૫૦ – હલદર, ૨૫૦ – ધાણા, ૧ – લિટર તેલ, ૧ – કિલોગ્રામ નમક, ૧ – કિલોગ્રામ ડુંગળી ) ની નિશુલ્ક સહાય આપવામાં આપી સરકારશ્રીની સાથે સાથો સાથ મિલાવી કોરોના વાઇરસના પડકારનો સામનો કરવા ખડેપગે એક દિલએ જોડાઇ રહ્યા છે.

ધન્ય છે આવા નવયુવાન યુવા વર્ગને કે જેઓ નિસ્વાર્થ ભાવે સેવા કાર્યો કરી રહ્યા છે. જોકે વધુ સેવા ભાવનાની પ્રવૃત્તિમાટે શબ્દો ખુટે એમ છે ઉપરાંત કાણોદર ગામમાં સરપંચથી લૈને તમામ મુસ્લીમ સમાજ તથા તમામ જાતિના લોકોએ સંક્રમિત કોરોના ને રોકવા રાત દિવસ મુખ્ય ધ્વાર ઉપર ક્રમાંશ હાજરી આપી ધુપ તડકા વિના સંકોચે મહાન સેવા આપી હતી.

ઉપરાંત સેવા કાર્યમાં અગાઉ જણાવ્યું એ પ્રમાણે નિસ્વાર્થ સેવાભાવના પાછળ કોઇ ઉદ્દેશ વિના ઘણી સેવાઓ બિરદાવવા લાયક કોરોના વાયરસના સંકટસમયે કરી હતી જેમાંની કાણોદર મોમીન જુની જમાત પરિવાર તરફથી રસ્તા પરથી પસાર થતા તમામ લોકો માટે ખીચડીનું પાર્સલ તૈયાર કરીને આપવામાં આવ્યા હતા ત્યારે પરિવારના એક યુવાને જણાવ્યું કે મહારાષ્ટ્ર પાર્સિંગની ખાનગી કારો રાજસ્થાન જઇ રહી છે. તેમજ ચાલતા પગપાળા મુસાફરો જેઓ અહીંથી પાર્સલ લઈ જાય છે.

અમે કોઈને ટચ કરતા નથી માત્ર ટેબલ પર પાર્સલ મૂકી દઈએ છીએ અને કોરોના ના મહામારીનું સંપુર્ણ ધ્યાન આપી રહ્યા છીએ આ ઉપરાંત સૌ કોઈને માત્ર ઘરમાં રહો સુરક્ષિત રહો નો મેસેજ આપવામાં આવી રહ્યો છે. કેટલાક યુવાનો રાઉન્ડ ધ ક્લોક તમામ ચાર રસ્તાઓ પર ઉભા રહી વાહનો અટકાવી બિનજરૂરી લોકોને ભેગા ન કરવા માટે સમજાવવાનું કામ કરે છે. કાણોદર ગામમાં પ્રવેશતા યોગ્ય હોય તો જ ગામમાં પ્રવેશ આપવામાં આવે છે. ધન્ય છે સરાહનીય કામગીરી ને સલામ સાથે આપને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને આપની દિલેરી અને સમૃદ્ધિ હમેશા વર્ધમાન રહે….


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.