Western Times News

Gujarati News

ટીવીએસ મોટરે કર્મચારીઓના પગારમાં 20% નો ઘટાડો કર્યો

પ્રતિકાત્મક

નવીદિલ્હી, કોરોના લાકડાઉનને કારણે કારોબારના નુકસાનને પહોંચી વળવા માટે ટીવીએસ મોટર કંપની પોતાના કર્મચારીઓના વેતનમાં મેથી ૨૦ ટકાનો ઘટાડો કર્યો છે. ટૂ-વ્હીલર વાહન બનાવનાર આ દિગ્ગજ કંપનીએ મેથી લઈને ઓક્ટોબર સુધી અધિકારી સ્તરના કર્મચારીઓના પગારમાં કાપ મુકવાનો નિર્ણય લીધો છે. કંપની ઇંટ્રી લેવલના કર્મચારીઓનો પગાર કાપશે નહીં. ટીવીએસ મોટર પહેલાં ઘણી કંપનીઓ કર્મચારીઓના પગાર ઘટાડાનો નિર્ણય લઈ ચુકી છે.

ટીવીએસ મોટર કંપનીના પ્રવક્તાએ કહ્યુ, ‘અનપેક્ષિત સંકટને જોતા કંપની છ મહિના (મેથી ઓક્ટોબર, ૨૦૨૦) માટે વિભિન્ન સ્તરના કર્મચારીઓના પગારમાં અસ્થાયી કાપ મુકવા જઈ રહી છે. પ્રવક્તાએ તે પણ કહ્યુ કે, નિચલા વર્ગના કર્મચારીઓના પગારમાં કોઈ ઘટાડો થશે નહીં.પગારમાં કાપ મુકવાની વિસ્તૃત જાણકારી આપતા પ્રવક્તાએ કહ્યું કે, જૂનિયર એક્ઝિક્યુટિવ લેવલ પર વેતનમાં ૫ ટકાનો ઘટાડો કરવામાં આવશે, જ્યારે સીનિયર મેનેજમેન્ટ લેવલના કર્મચારીઓના પગારમાં ૧૫-૨૦ ટકાનો ઘટાડો કરવામાં આવશે.

ટૂ-વ્હીલર વાહન બનાવનારી દેશની ત્રીજી સૌથી મોટી કંપની ટીવીએસ મોટરે છ મેથી દેશમાં પોતાના તમામ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કામકામ શરૂ કરી દીધું હતું. કંપનીની પાસે ચાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે, જેમાંથી ત્રણ ભારત (તમિલનાડુના હોસુર, કર્ણાટકના મૈસૂર અને હિમાચલ પ્રદેશના નાલાગઢ)માં છે, જ્યારે એક ઇન્ડોનેશિયાના કારાવાંગમાં છે. ઘરેલૂ બજારમાં વાહન વેચવા સિવાય કંપની વિશ્વના ૬૦ દેશોમાં પોતાની ગાડીની નિકાસ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.