Western Times News

Gujarati News

પ્રાંતિજના પોગલુ ખાતે વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન દ્વારા હોમીયોપેથીક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના પોગલુ ખાતે વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન દ્વારા જિલ્લા સમાહર્તા ની ઉપસ્થિતિમાં હોમીયોપેથીક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું તો આયોર્વેદિક ઉકાળાનુ વિતરણ પણ કરવામાં આવ્યું હતું .
સાબરકાંઠા- અરવલ્લી માં કાર્યરત વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન ગુપ દ્વારા આજે પ્રાંતિજ તાલુકા ના પોગલુ ખાતે થી હોમીયોપેથીક ગોળી ઓનુ વિતરણ ના શ્રી ગણેશ કર્યાં હતાં જેમાં સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સી.જે.પટેલ ઉપસ્થિત રહીને હોમીયોપેથીક ગોળીઓ વેંચવા માટે શ્રી ગણેશ કરાવ્યા હતાં અને ઉપસ્થિત સોવ કોઇ ને આ ગોળીઓ લેવા આગ્રહ કર્યો હતો તો સાથે સાથે રોજ ધરે ઉકાળો , લીંબુ સરબત , કેરી ખાવા ઉપસ્થિત ગામ ના લોકો ને અનુરોધ કર્યો હતો તો આ ગોળીઓના ેંર્જીં ના મુખ્ય દાતા સચિન કુમાર ગોરધનભાઈ પટેલ નો આભાર પણ વ્યક્ત કર્યો હતો

તો પ્રાંતિજ ના પોગલુ થી શરૂ થઇ આ ભગીરથ કાર્ય પ્રાંતિજ ના વિવિધ વિસ્તારો પછી સાબરકાંઠા- અરવલ્લી જિલ્લા ના વિવિધ વિસ્તારોમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંગઠન અને ૧૦૮ ટીમ તથા ઉમીયા સંગઠન અને સમગ્ર પ્રાંતિજ- તલોદ કડવા પાટીદાર સમાજ ૧૦૮ ટીમ દ્વારા ધરે ધરે આ હોમીયોપેથીક ગોળીઓ પહોચાડવામાં આવશે તો ગામના ઉપસ્થિત લોકો સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સી.જે.પટેલ ના હસ્તે હોમીયોપેથીક ગોળીઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું તો વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી માં ધરે ધરે હોમીયોપેથીક ગોળીઓ પહોંચાડશે તો ઉપસ્થિત સોવ કોઈ ને ઉકાળો પીવડાવવામા આવ્યો હતો તો આ પ્રસંગે મહંત સુનીલદાસજી મહારાજ , પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરા , તાલુકા વિકાસ અધિકારી નિતિનભાઇ પટેલ , તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા.આર. કે.યાદવ પોગલુ મહિલા સરપંચ રમીલાબેન પટેલ , વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ચેરમેન ઉર્વેશભાઇ પટેલ , દવા બનાવનાર ર્ડા.નિતિનભાઇ પટેલ , સંજયભાઈ આઇ.પટેલ , સંજયભાઇ પટેલ સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ર્ડા સોલંકી તથા આરોગ્ય સ્ટાફ તથા વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન ના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.