Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં ૨૦૦થી વધુ ડોક્ટરો કોરોના ઝપેટમાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ,  અમદાવાદ શહેરમાં લોકડાઉનની વચ્ચે અપાયેલી છૂટછાટ બાદ કોરોનાના કેસનો સતત વધારો થઈ રહ્યો છે. ચિંતાજનક બાબત એ છે કે નાગરીકોની સલામતી માટે સતત સેવા આપતા ફ્રન્ટ લાઈન વોરિયર્સમાં કોરોનાનો ચેપ પ્રસરતા સરકારી તંત્ર ચિંતીત બની ગયુ છે. ખાસ કરીને મેડીકલ સ્ટાફમાં કોરોનાનો ચેપ વધુ પડતો પ્રસરી રહ્યો છે. સોલા સિવિલ હોસ્પીટલમાં ર૦ થી વધુ કર્મચારીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. છેલ્લા ર૪ કલાકમાં ૧ર ડોક્ટરોને કોરોના પોઝીટીવ આવતા આ ર૦૦થી વધુ કોરોના વોરિયર્સ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. મેડીકલ સ્ટાફને સુરક્ષાના તમામ સાધનો આપવા છતાં ચેપ લાગે છે જે ચિંતાનું કારણ છે. તેથી હવે વધુ સંભાળ લેવાની જરૂર છે. શહેરના વિવિધ વોર્ડમાં ડોક્ટરોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળે છે. દેશભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં ગુજરાત ત્રીજા સ્થાને છે.

જ્યારે અમદાવાદ સમગ્ર દેશમાં બીજા સ્થાને છે અને ગુજરાતમાં પ્રથમ સ્થાને છે. અમદાવાદમા કોરોના સામે લડાઈ લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સને પણ કોરોનાએ ઘાયલ કરી દીધા છે. ગુજરાતમાં કોરોના વોરિયર્સ પણ ખુબ જ સાવચેતી જાળવી કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧ર ડોક્ટરો અને એક સ્ટાફ નર્સ સાથે કોરોના પોઝીટીવી થતાં ફ્રન્ટલાઈન વોરિયર્સમાં કોરોનાનુ સંક્રમણ વધ્યુ છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી હોસ્પીટલોમાં તબીબો, મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં સિતેર દિવસમાં કોરોના દર્દીઓ સાથે સીધા સંકળાયેલા ર૦૦થી વધુ ડોક્ટરો અને મેડીકલ સ્ટાફ કોરોના પોઝીટીવ થયા છે.

સુરક્ષાના સાધનો છતાં ડોક્ટરો, નર્સો અને પેરામેડીકલ સ્ટાફ પણ સુરક્ષિત નથી રહ્યા. અમદાવાદમાં છેલ્લા ર૪ કલાકમાં છેલ્લા ૭૦ દિવસોમાં ગુજરાતમાં ર૦૦થી વધુ ડોક્ટરો સહિત મેડીકલ સ્ટાફમાં કોરોના થયો છે. પીપીઈ કીટ પહેરીને કોરોના પોઝીટીવ દર્દીઓની સેવા કરતા દરમ્યાન તેઓ પણ સુરક્ષિત નથી. કોરોના ભય હજુ ટળ્યો નથી. સુરક્ષાના સાધનો પહેરીને લોકોની સેવા કરી રહેલા ડોક્ટરોમાં પણ હવે કોરોનાનો ખતરો વધી રહ્યો છે. જેઓ કોરોના સામે સંપૂર્ણ સજાગ છે છતાં કોરોના પોઝીટીવ થયા છે તો સામાન્ય માણસો કે જેઓ સુરક્ષાને લઈને જાગૃત નથી તેઓએ પણ હવે જાગૃત રહેવાની જરૂર છે.

શહેરની સોલા સિવિલના કર્મચારીઓના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યા છે. છેલ્લા બે દિવસમાં અમદાવાદની સોલા સિવિલના ચાર કર્મચારીઓના રીપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. સોલા સિવિલ માં એક સીએમઓ, ર ડોક્ટર, અને એક નર્સનો રીપોર્ટ પોઝીટીવ આવતા કોરોનાગ્રસ્ત કર્મચારીઓની સંખ્યા ર૦ પર પહોંચી છે. સોલા સિવિલમાં આ પહેલાં પણ ૧૦ નર્સ અને ૬ ડોકટરોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેમને સારવારાર્થે ખસેડ્યા હતા. દક્ષિણ-ઝોનમાં આવેલા ઈસનપુર વોર્ડમાં એક તબીબ કોરોના પોઝીટીવ થયા છે. આ તમામ એક અથવા બીજી રીતે કોરોના દર્દીઓની સારવાર સમયે પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. આ પહેલાં એલ જી હોસ્પીટલમાં પણ રેસીડેન્ટ ડોકટર સહિતના અન્ય લોકો સંક્રમિત થયા છે. અગાઉ પણ એલ જી હોસ્પીટલમાં ૧૦ થી વધારે ડોક્ટર પેરામેડીકલ સ્ટાફ વગેરે કોરોના પોઝીટીવ આવ્યા હતા.

શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોરોના દર્દીઓની સારવાર અથવા તેમના સંપર્કમાં આવવાના કારણે હવે ચિકિત્સા કરી રહેલા તબીબો અને મેડીકલ તથા પેરામેડીકલ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયા છે. શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતા એક ૪૮ વર્ષીય તબીબની સાથે તેમના પિતા પણ સંક્રમિત થયા છે. શાહીબાગ વિસ્તારમાં પણ એક તબીબ અને તેમની સાથે તેમના પત્ની પણ કોરોના પોઝીટીવ થયાનું જાણવા મળે છે. શહેરના ઉત્તર ઝોનમાં સરદારનગર વોર્ડમાં એક પ૯ વર્ષીય તબીબ કોરોના સંક્રમિત થયા છે.

અસારવા વોર્ડમાં એક રેસીડેન્ટ ડોક્ટર કોરોના પોઝીટીવ થયા છે. ઉપરાંત અસારવા સિવિલ હોસ્પીટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા એક નર્સ કોરોના પોઝીટીવ થયા છે. પશ્ચિમ અમદાવાદમાં નવરંગપુરા વોર્ડમાં એક મહિલા તબીબ કોરોના સંક્રમિત થયા છે. પાલડી વોર્ડમાં એક યુવાન તબીબ કોરોના પોઝીટીવ થયા છે. ઉત્તર-પશ્ચિમમાં આવેલા જાધપુર વોર્ડમાં
આભાર – નિહારીકા રવિયા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.