Western Times News

Gujarati News

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા સાદાઈથી યોજાઈ

ટ્રસ્ટીઓ-ગાદીપતિએ ભૂદરના આરે પૂજાવિધિ કરીઃ મામેરામાં માત્ર બે લોકો જ આવશેઃ નેત્રોત્સવવિધિ ર૧મી જૂને યોજાશેઃ સૂર્યગ્રહણ હોવાથી વિધિ બપોરે ચાર વાગ્યા પછી યોજાશે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, કોરોના મહામારીના કારણે આ વખતે અમદાવાદ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખુબ જ સાદાઈપૂર્વક નીકળનાર છે. ર૩મી જૂનના રોજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામના રથ શહેરની પરિક્રમ્માએ નીકળશે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીના કારણે લાખ્ખો ભક્તોએ ઘરે બેસીને જ દર્શન કરવા પડશે તેમ મનાય છે. જા કે આજે રથયાત્રા પહેલાં જળયાત્રા નીકળી હતી. પરંતુ કોરોનાને કારણે મંદિરના ટ્રસ્ટે અત્યંત મહ¥વનો નિર્ણય લીધો હતો. તેથી જળયાત્રામાં ગાદીપતિ તેમજ ટ્રસ્ટના નક્કી કરેલા આગેવાનો જાડાયા હતા.

સામાન્ય રીતે જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો અને સાધુ સંતો જાડાતા હોય છે. પરંતુ કોરોનાના રોગચાળાને કારણે ભૂદરના આરે માત્ર ટ્રસ્ટીઓ અને ગાદીપતિએ જ પૂજાવિધિ કરી હતી. રથયાત્રા પહેલાં પ્રથમ ચરણમાં ખુબ જ સાદગીપૂર્વક જળયાત્રા યોજાઈ હતી. વળી, ગણતરીના લોકો જ જાડાતા જળયાત્રા જાણે કે ફિક્કી લાગતી હતી. પરંતુ કોરોના મહામારી વધારે ફેલાય નહીં તેથી આ પ્રકારનો નિર્ણય લેવાયો હતો. પ્રતિવર્ષ તો હજારો નાગરીકો ભક્તો શ્રદ્ધાળુઓ તથા સાધુસંતો જાડાતા હોય છે. પરંતુ ટ્રસ્ટી મંડળે નિર્ણય લીધો હતો કે ખુબ જ ઓછી સંખ્યામાં ઉપÂસ્થતિ રાખવી તેથી માત્ર ટ્રસ્ટીઓ તથા ગાદીપતિએ જળયાત્રામાં જાડાઈને ભૂદરના આરે પૂજાવિધિ સંપન્ન કરી હતી.

આ ઉપરાંત મામેરાની વિધિ પણ સાદગીપૂર્વક યોજાશે. સરસપુરના રણછોડજી મંદિરથી માત્ર બે લોકો આવીને મામેરાની વિધિની ઔપચારિકતા પૂરી કરશે. સામાન્ય રીતે મામેરાની વિધિ ખુબ જ દબદબાભેર વાતાવરણમાં ભવ્યતાપૂર્વક ધામધૂમથી યોજાતી હોય છે. પરંતુ આ વખતે મામેરાની વિધિ સાદાઈથી પૂરી કરાશે. બીજી તરફ કોરોનાની મહામારીએ વિકરાળ સ્વરૂપ લીધું છે. રોજબરોજ કેસની સંખ્યા વધી રહી છે. તેને જાતા કોરોના સંક્રમણ ફેલાય નહીં એ હેતુથી રથયાત્રાને લગતી તમામ વિધિ સાદાઈથી કરાશે. મંદિરના દ્વાર ખોલવામાં આવશે પછી ભક્તો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સીંગ રહે એ માટે તકેદારીના તમામ પગલાં ભરવામાં આવશે. તેના માટે ખાસ વ્યવસ્થા કરાશે.ે

બીજી તરફ પોલીસ- અર્ધલશ્કરી દળોનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના લગભગ બે દિવસ પહેલાં નેત્રોત્સવ વિધિ યોજાતી હોય છે. તેનુ પણ અનેરૂ મહ¥વ હોય છે. મામાના ઘરે ભગવાનને આંખો આવે છે ત્યારે તેમને આંખે પટ્ટી બાંધવામાં આવેતી હોય છે. એ પૂજાવિધિ સંપન્ન થયે ખોલવામાં આવે છે. જા કે ર૧મી જૂને આ વખતે નેત્રોત્સવવિધિ છે ત્યારે જ સૂર્યગ્રહણ છે. કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું છે અને તે દિવસ દરમ્યાન વ્યતિપાત મહાપાત રાત્રે ૧૧.ર૭ કલાક સુધીનો રહેશે.

સામાન્ય રીતે નેત્રોત્સવ વિધિ સવારના સમયે યોજાતી હોય છે. પરંતુ આ વખતે સૂર્યગ્રહણને લીધે નેત્રોત્સવ વિધિ ર૧મી જૂને બપોરના ૪ વાયા પછી યોજાશે. વળી, આ નેત્રોત્સવ વિધિમાં પણ નક્કી કરેલા મહાનુભાવો-શ્રદ્ધાળુઓ સંતો-તથા ટ્રસ્ટીમંડળના સભ્યો ઉપÂસ્થત રહેશે એમ મનાય છે. દર વર્ષે સેંકડો લોકો ભગવાનના દૃશન કરે છે. આ વખતે કદાચ તે શક્ય નહીં બને તેમ લાગી રહ્યુ છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા ર૩મી જૂને નીકળવાની છે. પ્રતિવર્ષ વહેલી સવારે રથયાત્રા નીકળીને બપોરના સમયે સરસપુર પહોંચતી હોય છે અને ત્યાં લાખ્ખો લોકો ભોજન (પ્રસાદ) લે છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે રથયાત્રા એકદમ સાદાઈથી નીકળવાની હોવાથી સરસપુર ખાતે રસોડા પણ શરૂ કરાશે નહીં એવી પૂરેપૂરી શક્યતાઓ છે. રસોડામાં જુદી જુદો પોળોમાં લાખ્ખો લોકો બપોરે પ્રસાદ લે છે. પરંતુ કોરોનાની મહામારી ફેલાય નહીં એ હેતુથી સરસપુર ખાતે આ વખતે રસોડા પણ ધમધમશે નહીં એ  નિશ્ચિત મનાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.