Western Times News

Gujarati News

ICICI લોમ્બાર્ડે ઉદ્યોગમાં સૌપ્રથમ સ્થાનિક મલ્ટિ-ટ્રિપ વીમો પ્રસ્તુત કરવા ફોનપે સાથે જોડાણ કર્યું

  • વિસ્તૃત વીમાપોલિસી, જે પ્રવાસ સાથે સંબંધિત તમામ પ્રકારનાં ખર્ચ અને નુકસાનને આવરી લે છે

મુંબઈ,  ભારતની સૌથી મોટી નોન-લાઇફ ખાનગી વીમાકંપની ICICI લોમ્બાર્ડે વિસ્તૃત, ઉદ્યોગમાં સૌપ્રથમ ડોમેસ્ટિક મલ્ટિ-ટ્રિપ વીમાકવચ પ્રસ્તુત કરવા ભારતના અગ્રણી ડિજિટલ પેમેન્ટ પ્લેટપોર્મ ફોનપે વ્યૂહાત્મક જોડાણ કર્યું છે. કંપનીએ અમર્યાદિત ટ્રિપ માટે સૌથી વધુ વાજબી વાર્ષિક ટ્રાવેલ વીમાકવચ પૈકીનું એક પ્રસ્તુત કર્યું છે. આ વિશિષ્ટ સોલ્યુશન દરેક ટ્રિપ માટે પરંપરાગત રીતે અલગથી વીમો ઉતરાવવાની જરૂરિયાત દૂર કરે છે અને ટ્રાવેલ વીમામાં હરણફાળ સમાન છે. આ બિઝનેસ અને લેઇઝર પ્રવાસીઓ માટે સૌથી વધુ લાભદાયક અને સુવિધાજનક વીમાકવચ પુરવાર થશે. આ વીમાકવચ ગ્રાહકો પ્રવાસ કરવા ઘરેથી નીકળે ત્યાંથી તેઓ પ્રવાસ કરીને ઘરે પરત ફરે ત્યાં સુધી પ્રવાસના કોઈ પણ માધ્યમો (દેશની અંદર રોડ, રેલ અને રેલ) સાથે સંલગ્ન જોખમોને આવરીને ગ્રાહકોને ચિંતામુક્ત અનુભવ મેળવવા સક્ષમ બનાવે છે.

કોવિડ-19 રોગચાળા દરમિયાન બહાર નીકળવાથી ચિંતિત સ્થાનિક પ્રવાસીઓ માટે આ વિશિષ્ટ, ઓલ-ઇન-વન વીમાકવચ વિવિધ પ્રકારના લાભ ઓફર કરે છે, જે ટ્રિપ કેન્સલેશન, ઘરમાં ચોરી કે લૂંટથી ઊભા થતા જોખમને આવરી લે છે, ત્યારે ટ્રાવેલિંગ, ફ્લાઇટ ચુકી જવું, બેગેજ ગુમાવવા વગેરે જેવા જોખમો સામે પણ કવચ પ્રદાન કરે છે. ઉપરાંત આ રૂ. 5 લાખની વીમાકૃત રકમ સાથે સફર દરમિયાન અકસ્માતને કારણે હોસ્પિટલાઇઝેશન કે મૃત્યુ સામે પણ કવચ પ્રદાન કરે છે. ફક્ત રૂ. 499માં 365 દિવસના કવચ સાથે આ વીમાકવચ વાજબી છે અને સરળ છે, જે પરિવહનની તમામ પદ્ધતિઓમાં કવચ પ્રદાન કરે છે.

આ લોંચ પર ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંજીવ મંત્રીએ કહ્યું હતું કે, “અમને આ પ્રકારનાં પ્રથમ ટ્રાવેલ વીમા માટે ફોનપે સાથે જોડાણ કરવાની ખુશી છે. ICICI લોમ્બાર્ડમાં અમારું ધ્યાન જરૂરિયાતના સમયમાં અમારા ગ્રાહકોને સપોર્ટ કરવાનું છે, જે નિભાય વાદેના અમારા બ્રાન્ડના મંત્રને પૂર્ણ કરે છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે આપણા દેશમાં જનજીવન થાળે પડી રહ્યું છે, ત્યારે આ પ્રોડક્ટ મોટી સંખ્યામાં ટ્રાવેલર્સને લાભ આપશે, તેમને અનપેક્ષિત સ્થિતિસંજોગોમાં કવચ પ્રદાન કરશે. ઉપરાંત મલ્ટિ-ટ્રિપ, મલ્ટિ-મોડની ખાસિયત આ સોલ્યુશને સુવિધાજનક, વાજબી અને અવારનવાર પ્રવાસ કરતાં લોકો માટે અતિ આકર્ષક છે.”

આ લોંચ પર ફોનપેના ઇન્સ્યોરન્સના વીપી અને હેડ ગુંજન ધાઈએ કહ્યું હતું કે, “આ પ્રોડક્ટ ફોનપેની એના ગ્રાહકો માટે સમય બચાવવાની અને સંદર્ભને પ્રસ્તુત ઉત્પાદનો પ્રદાન કરવાની ફિલોસોફીનું પ્રતિબિંબ છે. અમને સ્થાનિક પ્રવાસીઓ માટે આ વિશિષ્ટ અને ઉદ્યોગમાં સૌપ્રથમ વીમાકવચ પ્રસ્તુત કરવાની ખુશી છે. જ્યારે આ પ્રોડક્ટ વર્ષમાં અમર્યાદિત ટ્રિપ માટે પરિવહનની તમામ પદ્ધતિઓ માટે કવચ પૂરું પાડશે, ત્યારે હાલ અનલોકિંગ 1.0 સ્થિતિમાં પ્રસ્તુત ખાસિયતો પણ પ્રદાન કરશે. અમારું માનવું છે કે, આ સોલ્યુશન પોલિસીધારકોને માનસિક શાંતિ આપશે, જેથી તેઓ ચિંતામુક્ત રીતે તેમના પ્રવાસની મજા માણવા ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. અમે 200 મિલિયનથી વધારે ફોનપે યુઝર્સ માટે વીમાને વાજબી, સરળ અને સુલભ બનાવવાની અમારી પ્રતિબદ્ધતા જાળવીશું.”

ફોનપેના યુઝર્સ ફોનપે એપ પર “માય મની” સેક્શન હેઠળ સ્થાનિક મલ્ટિ-ટ્રિપ વીમા પોલિસી ખરીદી શકે છે. પોલિસી ખરીદીની પ્રક્રિયામાં 2 મિનિટ લાગે છે અને ગ્રાહકોને ફોનપે એપ પર તાત્કાલિક તેમના પોલિસીના ડોક્યુમેન્ટ ઇશ્યૂ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.