Western Times News

Gujarati News

GST કાઉન્સિલ દ્વારા કાયદો અને પ્રક્રિયા સંબંધિત ભલામણો કરવામાં આવી

નવી દિલ્હી, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી GST કાઉન્સિલની 40મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી શ્રી અનુરાગ ઠાકુર તેમજ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણામંત્રીઓ અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણાં વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GST કાઉન્સિલ દ્વારા કાયદો અને પ્રક્રિયાઓ બાબતે નીચે ઉલ્લેખ કર્યા અનુસાર કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.

  1. વ્યાપાર સુવિધા માટેના પગલાં:
    1. અગાઉના રિટર્ન માટે વિલંબ ફીમાં ઘટાડો:

રિટર્ન ફાઇલ કરવામાં પેન્ડેન્સિ (અનિર્ણિતતા) દૂર કરવાના પગલાંરૂપે, જુલાઇ 2017 થી જાન્યુઆરી 2020 સુધીના કર સમયગાળા માટે ફોર્મ GSTR-3B રજૂ ન કરવાની સ્થિતિમાં નીચે દર્શાવ્યા અનુસાર વિલંબ ફી ઘટાડવામાં આવી છે/ મુક્તિ આપવામાં આવી છે:-

  1. જો કોઇ કર જવાબદારી ના આવતી હોય તો, ‘NIL’ વિલંબ ફી;
  2. જો કોઇ કર જવાબદારી આવતી હોય તો, રિટર્ન દીઠ રૂપિયા 500/-ની મહત્તમ વિલંબ ફીની મર્યાદા નક્કી કરવામાં આવી.

ઘટાડેલી વિલંબ ફીના દરો 01.07.2020 થી 30.09.2020 દરમિયાન રજૂ કરવામાં આવેલા તમામ GSTR-3B રિટર્ન માટે લાગુ થવા પાત્ર રહેશે.

  1. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2020ના કરવેરા સમયગાળામાં રિટર્ન ફાઇલ કરવામાં વિલંબ માટે નાના કરદારાઓને વધુ રાહત આપવામાં આવી:

નાના કરદાતાઓ (રૂપિયા 5 કરોડ સુધીનું કુલ ટર્નઓવર)ને, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2020 દરમિયાન પૂરવઠામાં અસર પડી હોવાથી, આ મહિનાઓ માટે નિર્ધારિત તારીખથી (તબક્કાવાર 6 જુલાઇ 2020 સુધી) વધુ સમય જો રિટર્ન ફાઇલ કરવામાં લાગ્યો હોય તો, 30.09.2020 સુધી તેના પર વ્યાજનો દર 18% વાર્ષિકથી ઘટાડીને 9% વાર્ષિક કરવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ મહિનાઓ માટે નાના કરદાતાઓને રાહત માટે સૂચિત તારીખો (તબક્કવાર 6 જુલાઇ 2020 સુધી) સુધી કોઇ જ વ્યાજ ભરવાનું નહીં આવે અન તે પછી 30.09.2020 સુધી 9%ના વાર્ષિક દરે વ્યાજ લાગુ કરવામાં આવશે.

  1. અનુવર્તી કરવેરા સમયગાળા માટે નાના કરદાતાઓને રાહત (મે, જૂન અને જુલાઇ 2020):

કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખતા, રૂપિયા 5 કરોડ સુધીનું કુલ ટર્નઓવર ધરાવતા નાના કરદાતાઓને, જો મે, જૂન અને જુલાઇ 2020માં પૂરવઠામાં અસર પડી હોય તેના માટે સપ્ટેમ્બર 2020 સુધીમાં (તબક્કાવાર તારીખો સૂચિત કરવામાં આવશે) ફોર્મ GSTR-3Bમાં રિટર્ન ફાઇલ કરવામાં આવે તો વિલંબ ફી અને વ્યાજ માફી કરીને તેમને વધુ રાહત આપવામાં આવી છે.

  1. નોંધણીનું રદીકરણ પાછું ખેંચવા માટેના સમયગાળામાં એક વખત મુદત વૃદ્ધિ:

જે નાના કરદાતાઓ, સમયસર તેમની રદ કરેલી GST નોંધણી પુનઃસ્થાપિત કરી શક્યા નથી તેમને, 12.06.2020 સુધીમાં નોંધણી રદ કરી નાખવામાં આવી હોય તેવા તમામ કિસ્સામાં, 30.09.2020 સુધી નોંધણીનું રદીકરણ પાછું ખેંચવા માટે અરજી દાખલ કરવાની તક આપવામાં આવી છે.

  1. CGST અધિનિયમ 2017 અને IGST અધિનિયમ 2017માં સુધારો કરીને નાણાં અધિનિયમ, 2020ની કેટલીક ચોક્કસ જોગવાઇઓ, 06.2020થી અમલમાં મૂકવામાં આવશે.

નોંધઃ GST કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલી ભલામણો તમામ હિતધારકોને માહિતીના હેતુથી સરળ ભાષામાં આ રિલીઝમાં રજૂ કરવામાં આવી છે. આ ભલામણો સંબંધિત પરિપત્રો/ અધિસૂચનાઓ દ્વારા અમલમાં મૂકવામાં આવશે, માત્ર તે જ કાયદા અનુસાર અમલી ગણાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.