Western Times News

Gujarati News

બાલાસિનોર કોવિડ હોસ્પિટલની મુલાકાત લેતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. એસ. બી. શાહ

લુણાવાડા કોરોનાવાયરસની મહામારી સામે દેશ સહિત રાજ્ય લડત આપી રહ્યું છે. ત્યારે કોરોનાવાયરસને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા કલેકટર શ્રી આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારી ના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોના સામેની લડતમાં જિલ્લા તંત્ર સતર્ક રહીને કોરોનાની મહામારી ને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.

જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડોક્ટર એસ. બી. શાહે  બાલાસિનોર ખાતે કે.એસ.પી. કોવિડ હોસ્પિટલની મુલાકાત લઇ ઉપસ્થિત આરોગ્ય વિભાગના તબીબો સાથે કોરોના પોઝીટીવ દર્દીઓની થઇ રહેલ સારવાર અંગે જાત તપાસ કરી હતી.

ડો. શાહે તેમની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં થતી કામગીરી તેમજ N-95 માસ્ક, PPE કિટ, વિન્ટિલેટર સહિત અન્ય સુવિધાઓની ઉપલબ્ધતા અંગે જરૂરી સલાહ સુચનો કરી કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.