Western Times News

Gujarati News

કર્ણાવતી કલબની બહાર ગાડી પાર્ક હશે તો નહીં ચાલે, પોલીસની કડક તાકીદ

File

કર્ણાવતી કલબ બહાર આડેધડ વાહનોનું પાર્કિગ
કાર પાર્કિગના મુદ્દે કલબના પ્રમુખ-પોલીસ અધિકારી વચ્ચે શાબ્દિક ટપાટપી
(એજન્સી) અમદાવાદ, તાજેતરમાં કર્ણાવતી કલબની બહાર વાહનો પાર્ક કરાયેલા હોવાનું ધ્યાન પર આવતા કલબના પ્રમુખ જયેશ મોદીને ઉપરી પોલીસ અધીકારી સમક્ષ હાજર થવું પડયુ હતુ. હવે પછી કલબની બહાર ગાડી-મોટર પાર્ક કરેલી જાવા મળશે તો તે ચલાવી નહીં લેવાય. એવી પોલીસ અધિકારીએ કડક શબ્દોમાં તાકીદ કરી હોવાનું જાણવા મળે છે. આ વેળા ઉપરી અધિકારી અને જયેશ મોદી વચ્ચે તું તું મે મે થઈ હોવાનું જાણવા મળે છે. જા કે આ વાતને સતાવાર સમર્થન મળતું નથી. કલબમાં જાણીતી બ્રાંડનું ૩ દિવસનું એÂક્ઝબિશન ચાલી રહ્યુ હતુ. અને છેલ્લા દિવસે પોલીસ અધિકારીને રાઉન્ડ વેળા કલબની બહાર કાર પાર્ક કરેલી જાવા મળતા તેમણે પ્રમુખને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા.

આ મુદ્દે જયેશ મોદીએ કેટલીક સ્પષ્ટતાઓ કરવી પડી હતી. ભાજપના ટોચના નેતાનું નામ ‘વટાવવા’ને પગલે જયેશ મોદી અને પોલીસ અધિકારી વચ્ચે ઉગ્ર ટપાટપી થઈ હતી. છેવટે પોલીસ અધિકારીએ , કલબ બહાર ગાડી પાર્ક ન કરવા દેવાની વોર્નિગ આપી હતી.

તોતિંગ પગાર સાથે ‘માનીતા’ને મેનેજર બનાવાયા
કર્ણાવતી કલબમાં વર્ષો જૂના અને વફાદાર એવા મેનેજર હિંમાંશુ ત્રિવેદીનું રાજીનામું લઈ લેવાતા વિવાદ સર્જાયો છે. પોતાના ‘માનીતા’ લોકોને કલબમાં મોટા હોદ્દા પર ગોઠવવા હિમાંશુ ત્રિવેદીનું રાજીનામું લઈ લેવાયું હોવાની કલબના વર્તુળોમાં ચર્ચા છે. કલબના સ્ટાફને ઇન્ક્રીમેન્ટ અપાતું નથી તોતિંગ પગાર સાથે મેનેજરોને ગોઠવી દેવાય છે. હિંમાંશુ ત્રિવેદીની જગ્યાએ નવા મેનેજર તરીકે એનઆઈડીમાંથી નિવૃત્ત થયેલ ચીફ સિવિલ ઈજનેર નિખીલ મહેતાની રૂ.૯૦ હજારના પગારથી વરણી કરાઈ છે. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.