Western Times News

Gujarati News

રાબડાળના આરોગ્ય વન ખાતેથી ૭૦ માં વનમહોત્સવનો શુભારંભ 

દાહોદ તાલુકામાં ૭૧ સ્થળોએ ૧૩૦૭૫ વૃક્ષોનું વાવેતર
દાહોદઃ દાહોદના રાબડાળ ખાતે આવેલા આરોગ્ય વન ખાતેથી ૭૦માં વનમહોત્સવનો જિલ્લા કલેક્ટરશ્રી વિજય ખરાડીએ શુભારંભ કરાવ્યો હતો. જિલ્લામાં તા. ૧૧ જુલાઇ થી ૧૫ ઓગષ્ટ સુધી ૭૦ મો વનમહોત્સવ ઉજવવામાં આવશે. તેમજ દાહોદ તાલુકાના વિવિધ ૭૧ સ્થળોએ ૧૩૦૭૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

સામાજિક વનીકરણ વિભાગ દ્રારા ૪.૪૦ હેકટર વિસ્તારમાં ૭૧ જાતના વિવિધ ૩,૪૪૬ ઔષધિય રોપાઓ વાવી આરોગ્ય વન રાબડાળ વિકસાવવામાં આવી રહયું છે. આ પ્રસંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓએ પણ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.કે.પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.જે.દવે, પ્રાંત અધિકારીશ્રી તેજસ પરમાર, નાયબ વન સંરક્ષકશ્રી જે.એલ. ઝાલા તથા ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ, પ્રકૃતિપ્રેમીઓ તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યુ હતું.

દાહોદમાં તાલુકાકક્ષાની ઉજવણીમાં આરોગ્ય વન અને વનચેતના કેન્દ્ર રાબડાળ ખાતે, જિલ્લા સેવા સદન, દાહોદ તથા તમામ સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો એમ કુલ ૭૧ સ્થળોએ ૧૩૦૭૫ વુક્ષો ઉગાડવામાં આવ્યા હતા. અધિકારીઓ તથા કર્મચારીઓ પણ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

કલેક્ટરશ્રી વિજય ખરાડીએ વન ચેતના કેન્દ્ર અને આરોગ્ય વન રાબડાળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા જણાવ્યું હતું. વનમહોત્સવની ઉજવણીમાં સૌ જાહેર જનતાને જોડાવા તથા વધુમાં વધુ વૃક્ષો વાવી દાહોદને હરીયાળું બનાવવા તેમણે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.