Western Times News

Gujarati News

ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વિઝા સસ્પેન્ડ કર્યા

વાશિંગ્ટન: કોરોના મહામારી વચ્ચે અમેરિકામાં વધી રહેલી બેરોજગારીના પગલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો નિર્ણય લીધો છે, જેનાથી ભારતને મોટો ફટકો પડી શકે છે. ટ્રમ્પે ૐ૧-મ્ વિઝા પર ૩૧-ડિસેમ્બર ૨૦૨૦ સુધી રોક લગાવવાની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં નોકરીના સપના જાતા લોકોને ફટકો પડી શકે છે. જેમાં સૌથી મોટુ નુક્સાન ભારતીયોને થશે.

જણાવી દઈએ કે, અમેરિકાની કંપનીઓમાં કામ કરવા માટે વિદેશીઓને મળનારા વિઝાને ૐ૧-મ્ વિઝા કહેવાય છે. આ વિઝાને એક નિશ્ચિત સંખ્યા સુધી જાહેર કરી શકાય છે. આ સિવાય ટ્રમ્પે  વિઝા ધારકના પતિ/પત્ની) વિઝા પર પણ વર્ષના અંત સુધી રોક લગાવી છે.

અમેરિકામાં કામ કરવા માટે ૐ૧-મ્ વિઝા પ્રાપ્ત કરનારા લોકોમાં સૌથી વધુ ભારતીય આઈટી પ્રોફેશનલ્સ હોય છે. એવામાં વિઝા પર રોક લગાવાથી સૌથી વધુ નુક્સાન ભારતીયોને થશે તે નક્કી છે. જા કે એવું પણ મનાય છે કે, નવી વિઝા પોલિસીથી હાલ વર્ક વિઝા પર અમેરિકામાં કામ કરનારા લોકો પર કોઈ અસર નહીં થાય.  • અમેરિકાની કોઈ કંપની જા કોઈ વિદેશી વ્યક્તિને નોકરી આપવા માંગતી હોય, તો કર્મચારી વિઝા લઈને જ અમેરિકામાં કામ કરી શકે છે. • વિઝા ૨ વર્ષ માટે આપવામાં આવે છે. જેને વધુમાં વધુ ૬ વર્ષ સુધી લંબાવી શકાય છે.  સમાપ્ત થયા બાદ અરજકર્તા અમેરિકાની નાગરિક્તા માટે અરજી કરી શકે છે.

જે બાદ તેને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. • જા  વિઝા સમાપ્ત થયા બાદ પણ અરજકર્તાને ગ્રીનકાર્ડ નથી મળતું, તો તેને આગામી એક વર્ષ સુધી અમેરિકાની બહાર રહેવું પડશે અને પછી ફરીથી  વિઝા માટે અરજી કરવાની રહે છે. • આ વિઝા કામ કરવા અને અમેરિકામાં કાયમી નાગરિક્તાના અરજકર્તા બન્નેને આપવામાં આવે છે. જા કે અરજકર્તાએ પોતાના ૐ૧-મ્ વિઝા સમાપ્ત થયા પહેલા ગ્રીન કાર્ડ માટે અરજી કરવી પડશે

• સૌથી મોટો ફાયદો એ છે કે, તેના માટે કોઈ પણ વિદેશી અરજી કરી શકે છે. આ વિઝા અંતર્ગત વિઝાધારક પોતાના બાળકો અને પતિ/પત્નીને અમેરિકા લાવી શકે છે. • વિઝા બાદ કાયમી નાગરિક્તા માટે અરજી કરી શકાય છે. આ માટે માત્ર બેચલર ડિગ્રી અને કોઈ અમેરિકન કંપનીના ઓફર લેટરની જરૂર પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.