Western Times News

Gujarati News

સુરતમાં ડાયમંડ બાદ ટેક્સટાઈલ ઉદ્યોગ કોરોનાની ઝપેટમાં

પ્રતિકાત્મક

સુરત: ગુજરાતમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે સુરતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેર રાજ્યનું ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ હબ ગણાય છે. શહેરના આ બે મોટા ઉદ્યોગો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

ડાયમંડ સિટીમાં અત્યાર સુધી ૪૧૯ જેટલા રત્ન કલાકારો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે છેલ્લા ૩ દિવસમાં ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ૮૨ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શહેરના આ બે મુખ્ય ઉદ્યોગોમાં કોરોનાનું સંક્રમણ વધવાના કારણે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ડાયમંડ ઈન્ડસ્ટ્રી અને ટેક્સટાઈલ માર્કેટ દ્વારા સપ્તાહમાં ૫ દિવસ કામ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આથી હવે સોમ થી શુક્ર કામ કરવાનું રહેશે અને શનિ-રવિ રજા રાખવામાં આવશે.

જણાવી દઈએ કે, સુરતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૫ દિવસથી સતત ૧૦૦થી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૭૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ સાથે સુરતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૩૭૧૨ પર પહોંચી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.