Western Times News

Gujarati News

પોતાને મહિલા માનતી ૩૦ વર્ષની વિવાહિતા પુરુષ નીકળી

પશ્ચિમ બંગાળની ઘટનાઃ પેટમાં દુખાવો ઉપડતાં મહિલા હોસ્પિટલ ગઈ હતી અને પુરુષ હોવાનો ઘટસ્ફોટ થયો
કોલકાત્તા,  પશ્ચિમ બંગાળના વીરભૂમિ જિલ્લાની ૩૦ વર્ષીય એક વિવાહિત મહિલાના પેટના નીચલા ભાગમાં દુખાવો ઉપડ્‌યો હતો. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તપાસ કરતા સૌ કોઈ હેરાન થઈ ગયા હતા. ડોક્ટરોએ તપાસ બાદ કહ્યું કે આ મહિલા વાસ્તવમાં ‘પુરુષ’ છે અને તેના અંડકોષમાં કેન્સર છે.

મહિલા છેલ્લા ૯ વર્ષથી વિવાહિત છે અને કેટલાક મહિના પહેલાં પેટમાં દુખાવાની ફરિયાદને લઈને શહેરની નૈતાજી સુભાષચંદ્ર બોઝ હોસ્પિટલમાં ગઈ હતી. અહીંયા ડો.અનુપમ દત્તા અને ડો.સૌમન દાસે મહિલાની તપાસ કરી હતી. જેમાં એ હકીકત જાણવા મળી કે આ મહિલા હકીકતમાં પુરુષ છે. હોસ્પિટલના ડો.અનુપમ દત્તાએ કહ્યું કે દેખાવમાં એ મહિલા છે. અવાજ, સ્તન, સામાન્ય જનનાંગ વગેરે બધુ જ મહિલાનું છે.

જોકે, તેના શરીરમાં જન્મથી જ ગર્ભાશય અને અંડાશય નથી, એ ક્યારેય માસિકધર્મમાં આવી નથી. ડો. અનુપમ દત્તાએ કહ્યું કે આ દુર્લભ સ્થિતિ છે અને લગભગ ૨૨૦૦૦ લોકો પૈકી એક વ્યક્તિમાં આવી બીમારી જોવા મળે છે. આશ્ચર્યજનક રીતે એ સમયે મહિલાની ૨૮ વર્ષીય બહેનની તપાસમાં પણ આ જ હકીકત બહાર આવી છે, જેમાં વ્યક્તિ જીનેટિકલી પુરુષ હોય છે, પરંતુ તેના શરીરના તમામ બાહ્ય અંગ મહિલાના હોય છે.

ડોક્ટરે કહ્યું કે દર્દીના અન્ય બે સંબંધીઓને પણ ભૂતકાળમાં આ સમસ્યા રહી છે. આ દરમિયાન ડોક્ટરોએ જણાવ્યુંકે હાલ મહિલાની કિમોથેરેપી ચાલી રહી છે અને તેની હાલત સ્થિર છે. ડોક્ટરોએ કહ્યું કે એ મહિલાની જેમ મોટી થઈ છે અને એક પુરુષની સાથે લગભગ એક દાયકો વિતાવી ચૂકી છે. આ સમયે અમે દર્દી અને તેના પતિનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે. અને સમજાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે આગળ પણ એ જ પ્રકારે જીવન પસાર કરે, જે રીતે હાલ સુધી જીવ્યા છો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.