Western Times News

Gujarati News

ઝઘડિયાના ઉમલ્લા ખાતે શિષ્યએ ગાંધીવાદી ગુરુને ગાંધી ચરખો ભેટ આપ્યો

(પ્રતિનિધિ)ભરૂચ: ગુરુ વિના જ્ઞાન અધૂરું છે. ગુરુ આપણને સાચો રસ્તો બતાવે છે તેથી આપણે ગુરુની દરેક આજ્ઞાનું પાલન કરવું જોઈએ.ભગવાન રામ અને કૃષ્ણે પણ ગુરુ પાસે શિક્ષણ મેળવ્યું હતું.આપણા ગ્રંથોમાં ગુરુ ભક્તિના ઘણા ઉદાહરણો જોવા મળે છે.કોઈકે કહ્યું છે ને કે આખી ધરતીને હું કાગળ કરું,બધી વનરાઈ ને લેખની કરુ,સાત સમુંદરની શાહી કરું તોય ગુરુ તણા ગુણ ન લખી શકુ ! ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના વતની અને નવદુર્ગા હાઈસ્કુલના રીટાયર્ડ શિક્ષક એવા અને ઉમલ્લાના નાક ગણાતા જયંતીભાઈ.પી પંડ્યા કે જેઓ ૮૩ વર્ષની ઉંમરે પણ ૧૯ થી વધુ સંસ્થાઓમાં સેવા આપે છે.જેઓ ને ૧૫ થી વધુ વિવિધ ક્ષત્રે એવોર્ડ  મળ્યા છે

.જેમને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક અને રાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ મળ્યા છે એવા ગુરુજી જયંતિભાઇ પંડયાને તેમના શિષ્ય ડા.સતષ.વી પંડ્યાએ ઉમલ્લા આવી ગુરુના ગાંધીવાદી વિચારસણીને અનુસરી તેમને ગાંધી ચરખો ભેટ આપી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે ગુરુ શિષ્ય ભેગા મળી શાળાના સંસ્મરણો વાગોળ્યા હતા.છાત્ર દેવો ભવ ની ભાવના અનુસાર જયંતીભાઈ પંડ્યાએ તેમના શિષ્યને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.