Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસ ૩૬,૦૦૦ને પાર થયો

Files Photo

ગાંધીનગર, ગુજરાતમા કોરોના વાયરસનો હાહાકાર યથાવત જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે ગુજરાતમાં કોવિડ-૧૯નુ જોર વધતું જાય છે. આજે છેલ્લા ૨૪ કલાકમાં ૭૦૦થી વધુ લોકો કોરોના વાયરસની ઝપેટે ચડ્યા હતા. રાજ્યમાં સતત બીજા દિવસે ૭૦૦થી વધુ કેસ નોંધાતા તંત્રમાં વધુ ચિંતા ફેલાઈ છે. ૨૪ કલાકમાં નવા ૭૨૫ કોરોના પોઝિટિવના કેસ નોધાતા રાજ્યમાં કોરાના વાયરસનો કુલ આંકડો ૩૬,૦૦૦ને પાર કરીને ૩૬,૧૨૩એ પહોંચ્યો છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાએ વધુ ૧૮ લોકોનો ભોગ લેતા મૃત્યું આંક ૧૯૪૫ થયો છે. આ સાથે સારી બાબત એ છે કે છેલ્લા ૨૪ કલાકમાં ૪૮૬ દર્દીઓ કોરોના મૂક્ત થઈને ઘરે પરત ફર્યા છે. આમ કુલ ૨૫,૯૦૨ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

રાજ્યના જિલ્લાઓમાં કોરોના વાયરસની સ્થિતિની વિસ્તારપૂર્વક વાત કરીએ તો નવા કેસોમાં સુરતમાં ૨૫૪, અમદાવાદમાં ૧૭૭, વડોદરામાં ૬૪, રાજકોટમાં ૪૨, વલસાડમાં ૧૮, ભાવનગરમાં ૧૬, ભરૂચમાં ૧૫, જૂનાગઢમાં ૧૩, ખેડામાં ૧૨, પાટણ, ગાંધીનગરમાં ૧૧-૧૧ પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત મહેસાણા, સુરેન્દ્રનગર, તાપીમાં ૯-૯, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદમાં ૮-૮, જામનગર, પંચમહાલમાં ૬-૬, અરવલ્લી, મોરબીમાં ૫-૫, ગીર-સોમનાથમાં ૪, મહીસાગર, નવસારી, બોટાદમાં ૩-૩, કચ્છમાં ૨, નર્મદા, અમરેલી, છોટાઉદેપુર અને દેવભૂમિ દ્વારકામાં ૧-૧ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં ૮, સુરતમાં ૬, જામનગર, ગાંધીનગર અને ખેડામાં ૧-૧ દર્દીના મૃત્યુ થયા છે.

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ ૨૬૪ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં ૨૧૮ જયારે ગ્રામીણ વિસ્તારમાં ૪૬ દર્દી સાથે કુલ દર્દી સંખ્યા ૬૪૯૬ પર પહોંચી છે, જયારે આજે ૧૧ લોકોના કોરોનાથી મોત સાથે મરણઆંક ૨૪૯ પર પહોંચ્યો છે, તેવામાં આજે ૧૪૨ દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. અમદાવાદમાં વધુ ૧૧ માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેરમાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં કુલ ૯૯ માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. નવા માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં પશ્ચિમ ઝોનમાં ૪, દÂક્ષણ પÂશ્ચમ ઝોન, પૂર્વ અને દÂક્ષણ ઝોનમાં ૨-૨ અને મધ્ય ઝોનમાં ૧ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. આમ હવે કુલ ૧૧૦ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન થઈ ગયા છે. અમદાવાદમાં એકતરફ કેસ ઘટી રહ્યા છે પરંતુ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વધી રહ્યા છે. એક જ ફ્લેટ કે સોસાયટી ૪ કે ૫ કેસ થઈ જતાં જ તેને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી દેવાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.