Western Times News

Gujarati News

હળવદ પંથક પર હેત વરસાવતા મેઘરાજા, ગોરી ઘનશ્યામપુરના મકાનોના પતરા-નળીયા ઉડયા

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: છેલ્લા ઘણા દિવસો થયા  અસહય ઉકળાટ વચ્ચે ઘનઘોર વાદળીયા વાતાવરણ વચ્ચે,હળવદ શહેરમા મેઘરાજા ગાજવીજ કરી વર્ષા વિણ હાથતાલી આપી જતા રહેતા હતા.જયારે,શનીવાર રાતના બે વાગ્યા આસપાસ શરૂ થયેલ વરસાદે આજ બપોર બાદ મોડી સાંજ સુધી મન મુકી વરસવાનુ શરૂ કર્યુ હતુ.

ત્યારે,હળવદ સહીત તાલુકાના મોટા ભાગના ગામોમા શ્રી કાર વર્ષા થતા વિધીવત ચોમાસુ બેસવાની સાથોસાથ ભારે પવનના કારણે હળવદ તાલુકાના ગોરી ઘનશ્યામપુર ગામના અમૂક ઘરના પતરા અને નળીયા ઉડવા લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.જયારે, એ જ રોડ પર આગળ આવેલા દિઘડીયા સરા રોડ સહીત તાલૂકાના અમૂક ગામોમા વૃક્ષો પણ ધરાશયી થયા હોવામના અહેવાલ પ્રાપ્ત થયેલ છે,

સાથોસાથ કોઈ જાનહાની ,ન થયા હોવાનુ સદભાગ્ય પુર્ણ બાબત ગણાવી શકાય.જયારે,હળવદના અમુક નિચાણ વાળા વિસ્તારો તેમજ અમુક સોસાયટીઓમા પાણી પણ ભરાયા હતા.આમ,હળવદ શહેરમા સમયાંંતરે ઝરમર તો કયારેક મન મુકીને વરસેલા સોળેક કલાકના ગાળા દરમ્યાન આશરે સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયેલ છે,જે સમગ્ર પંથકમા ઠંઠક પ્રસરાવી ગયેલ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.