Western Times News

Gujarati News

મહિલાનાં ફોન નંબર સાથે બિભત્સ લખાણ મૂકતાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ

Files Photo

અમદાવાદ: ગુજરાત સરકારનાં વિભાગમાં કામ કરતી એક મહિલાનો ફોન નંબર અજાણ્યા શખઅસે વિવિધ સોશિયલ મીડિયાની સાઈટ પર અપલોડ કરીને તેનાં વિશે બિભત્સ લખાણ કરતાં મહિલાને અભદ્ર માંગણી કરતાં અસંખ્ય ફોન કોલ તથા મેસેજ આવતાં તે ત્રસ્ત બની ગઈ હતી. બાદમાં તેણે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરીયાદ નોંધાવતાં પોલીસે વિકૃત શખ્સની શોધખોળ હાથ ધરી છે. કૃતિબેન (કાલ્પનિક નામ) ઈસનપુર ખાતે રહે છે.

તથા ગુજરાત સરકારની નવરંગપુરા નજીક આવેલી ઓફીસમાં નોકરી કરે છે. થોડાં દિવસ અગાઉ તેમને અભદ્ર માંગણી કરતો મેસેજ આવ્યો હતો. જેને પ્રતિભાવ ન આપતાં વધુને વધુ મેસેજ તથા ફોન કોલ આવતાં તે ચિંતાગ્રસ્ત બન્યા હતા.

ઉપરાંત મેસેજ કરનાર વ્યક્તિને તેમણે પોતાનો નંબર કોણે આપ્યો તેવી પૂછપરછ કરતાં કેટલીક વેબસાઈટ ઊપર તેમનાં નંબર સાથે બિભત્સ લખાણ હોવાનું જાણવા મળ્યું હતું. કૃતિબેને આ સાઈટ્‌સનાં સ્ક્રીન શોટ પણ મેળવ્યા હતાં. બાદમાં આ આ અંગે ઈસનપુર પોલીસને જાણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.