Western Times News

Gujarati News

લાંભા વોર્ડમાં ૧૦ પોઝીટીવ કેસ કન્ફર્મ થયા

( દેવેન્દ્ર શાહ) અમદાવાદ, ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો પણ વધી રહ્યાં છે, સાથે સાથે કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા રવિવારે વધુ ૧૩ માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા શરૂ કરવામાં આવેલા એન્ટીજન ટેસ્ટમાં કોન્ટેક્ટ ટ્રેસીંગ પણ થઈ રહ્યા હોવાથી એકજ પરિવાર કે સોસાયટીના સભ્યો પોઝિટિવ હોય તેવા કિસ્સા વધી રહ્યા છે.

શહેરના CTM વિસ્તારના એક ફ્લેટમાંથી ૧૦ કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ ઇસનપુર વિસ્તારની એક સોસાયટીમાં એક જ પરિવારના સાત સભ્યો પોઝિટિવ આવ્યા હતા. જયારે લાંભા વોર્ડમાં ૧૦ અને ૧૧ જુલાઈ એમ સતત બે દિવસ બે અલગ અલગ સોસાયટીના બે પરિવારમાં પણ કોરોનાના ૦૬-૦૬ પોઝિટિવ જાહેર થયા હતા.જયારે સોમવાર ૨૦ જુલાઈએ વધુ એક સોસાયટીમાં ૦૭ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.ચોંકાવનારી બાબત એ છે કે પોઝીટીવ જાહેર થયેલા દર્દીઓને દાખલ કરવા માટે હોસ્પિટલોમા જગ્યા ન હોવાના કારણો આપવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

શહેરના લાંભા વોર્ડમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સ્થાનિક કોર્પાેરેટર કોર્પાેરેટરનાં જણાવ્યા મુજબ, સોમવાર ૨૦ જુલાઈએ એન્ટીજન ટેસ્ટ દરમ્યાન સત્વ-૨માં ૦૫ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જ્યારે કર્ણાવટી-૪માં ૦૧ કેસ, ઝૈનમ રેસીડેન્સીમાં ૦૧, સત્કાર હોમ્સમાં ૦૧ અને કલર્સ એન્કલેવમાં પણ ૦૧ કેસ નોંધાયો છે. શહેરમાં સતત વધી રહેલા કેસના કારણે દર્દીઓને કઈ હોસ્પિટલમાં દાખલ કરવા તે અંગે લાંબી માથાકૂટ થઈ હતી. જેના કારણે નાગરિકો રોષે ભરાયા હતા તેમજ સ્થાનિક કોર્પોરેટરના ઘરે દોડી ગયા હતા.આ પહેલા આ વિસ્તારમાં આવેલ મર્લિન સ્પર્શ નામની સોસાયટીમાં ૦૭ કેસ કન્ફર્મ થયા હત. જયારે ૧૧ જુલાઈએ એન્ટીજન ટેસ્ટ દરમિયાન કર્ણાવતી સોસાયટી રહેતા એક જ પરિવારના ૦૫ સભ્યો કોરોના સંક્રમિત હોવાની વિગત બહાર આવી હતી.

પરિવારના એક સભ્યનો ત્રણ દિવસ પહેલા પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. જેના પગલે અન્ય પાંચ સભ્યોના ટેસ્ટ કરવામાં આવતા તમામ સભ્યો પોઝીટીવ કન્ફર્મ થયા હતા. આમ, એક જ પરિવારના ૦૬ સભ્યો કોરોનાની ઝપટમાં આવી ગયા હતા.તેવી જ રીતે ૧૦ જુલાઈએ પણ એન્ટીજન ટેસ્ટિંગ દરમ્યાન પૂજા રેસિડેન્સીમાં એક જ પરિવાર ના ૦૬ સભ્યો પોઝીટીવ કન્ફર્મ થયા હતા. પોઝીટીવ કેસમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનન ઘ્વારા સોસાયટીના ૧૮ મકાનને માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરીને સીલ કરવામાં આવ્યા છે.

લાંભા વોર્ડમાં શ્રીનાથ હાઈટ્‌સ માં કોરોનાના દસ તેમજ નીલકંઠ એપાર્ટમેન્ટમાંથી ૦૨ પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જયારે શાહવાડી વિસ્તારમાં આવેલા આંબેડકરનગરમાં ૧૩ કેસ કન્ફર્મ થયા હતા. જયારે ઇસનપુર- વટવા રોડ પર આવેલી પ્રેરણા સોસાયટી માં એક જ પરિવારના ૦૭ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે સોસયટીમાંથી ૨૦ કરતા વધુ પોઝીટીવ કેસ મળી આવ્યા હતા.. તેથી સોસાયટીના ૧૦૦ જેટલા પરિવારને માઈક્રો કન્ટેનમેન્ટ માં મૂકવામાં આવ્યા હતા.પ્રેરણા સોસાયટીની બાજુમાં આવેલી નમ્રતાપાર્ક સોસાયટીમાં પણ પોઝીટીવ કેસ વધી રહ્યા છે.

લાંભા વાૅર્ડના કોંગી આગેવાન રાજેશ સોનીએ તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર મળી રહે તે માટે કોઈ જ ચોક્કસ વ્યવસ્થા નથી. દર્દીઓ એડમિટ થવા માટે રખડી રહ્યા છે. તેમ છતાં મેયર કે અન્ય હોદ્દેદારો નિષ્ક્રિય છે.તંત્ર ઘ્વારા આંકડા અને વિગતો સમયસર જાહેર કરવામાં આવતા નથી. જે દિવસે પોઝીટીવ કેસ આવ્યા હોય તેના ચાર-પાંચ દિવસ બાદ ટુકડે ટુકડે વિગત જાહેર થાય છે.લાંભા અને ઇસનપુરમાં કોરોનાના કેસ સતત વધી રહયા છે. ઇસનપુર ના તબીબ નું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. ઇસનપુરની અનન્ય સોસાયટીમાં પણ ૧૦ કરતા વધુ કેસ નોંધાયા છે. આ વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસ દરમ્યાન ૧૦૦ જેટલા કેસ નોંધાયા છે.પરંતુ તંત્ર ઘ્વારા સાચી માહિતી જાહેર કરવામાં આવતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.