Western Times News

Gujarati News

થલતેજની ઉદ્‌ગમ સ્કુલની દાદાગીરી-ફી નહીં ભરનારનું ઓનલાઈન શિક્ષણ બંધ

Files Photo

અમદાવાદ: શહેરના થલતેજમાં આવેલી ઉદ્‌ગમ સ્કૂલે શિક્ષણ વિભાગના આદેશને નજરઅંદાજ કરી જે વાલીઓએ ફી નથી ભરી તેના સંતાનોનું ઓનલાઈન એજ્યુકેશન બંધ કરી દેવામાં આવ્યું છે. તેઓને સ્કૂલના વોટ્‌સએપ ગ્રુપમાંથી પણ રીમુવ કરી દેવામાં આવ્યા છે. સ્કૂલની મનમાની સામે વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. રાજ્ય સરકાર અને હાઈકોર્ટ પણ સ્કુલ ન ખૂલે ત્યાં સુધી ફી પર રોક લગાવી છે. રાજ્યના શાળા સંચાલકોએ સ્કૂલ બંધ હોવા છતાં ઓનલાઈન શિક્ષણના નામે વાલીઓએ સરકારમાં રજુઆતો કરી હતી.

આ દરમિયાન શાળા સંચાલકોનું ફી ભરવા દબાણ થતા ગજુરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કેન્દ્રની ગાઈડલાઈનને અનુસરવાની ખાતરી આપી અને જ્યાં સુધી સ્કૂલ ન ચાલુ થાય ત્યાં સુધી ફી લઈ શકશે નહીં તેવો આદેશ બહાર પાડ્યો હતો. સરકારના આ નિર્ણય સામે પ્રથમ તો સ્કૂલ સંચાલકોએ ફી નહીં તો શિક્ષણ નહીં

તેવો સક્રિયલ નિર્ણય લઈ સરકાર સામે પડી આની સામે શિક્ષણમંત્રીએ ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાની જાહેરાત કરતા પગલા ભરતા ખાનગી સ્કૂલોએ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે સોમવારથી ઓનલાઈન શિક્ષણની જાહેરાત કરી હતી. જેમાં ઉદગમ સ્કૂલ દ્વારા ફી ન ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી આડકતરી રીતે દબાણ લાવી રહી હોવા અંગે વાલીઓમાં રોષની લાગણી પ્રર્વતી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.