Western Times News

Gujarati News

સેલવાસ લાયન્સ ઈંગ્લીશ મીડિયમ શાળામાં ઈન્સ્ટરસ્કૂલ સિંગિંગ સ્પર્ધા યોજાઈ

(પ્રતિનિધિ) વલસાડ, સેલવાસની લાયન્સ ઈંગ્લીશ મીડિયમ શાળામાં લાયન્સ કલબ ઓફ સેલવાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સેકન્ડ ઈન્ટર સ્કૂલ સિંગિંગ કોમ્પિટીશન લાયોનેટ્‌સ સરગમ ર૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ શાળાના ચેરમેન શ્રી ફતેહસિંહ ચૌહાણના હસ્તે દીપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો.

આ હરીફાઈમાં પારડી, વાપી, સેલવાસની શાળાઓના ૧પ ગ્રૂપોએ ભાગ લીધો હતો. આ હરીફાઈમાં લોકગીત, સંગીત સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ફાઈનલમાં વિજેતા ટીમને પ્રોત્સાહિત ઈનામ અને ટ્રોફી આપવામાં આવી હતી. આ અવસરે લાયન્સ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના ચેરમેન ફતેહસિંહ ચૌહાણ, શ્રી દેવદાસ શાહ, શ્રી વિશ્વેશ દવે, શાળાના આચાર્ય, શિક્ષકો, હરીફાઈમા ભાગ લેનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.