Western Times News

Gujarati News

રિલાયન્સ વિશ્વની બીજા નંબરની મોટી બ્રાન્ડ બની

મુંબઇ, જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વધુ એક સફળતા મેળવી લીધી છે. જી હા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ફ્યુચરબ્રાન્ડ લિસ્ટ ૨૦૨૦માં બીજું સ્થાન મળ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આ સફળતા એવા સમયમાં હાંસલ થઈ છે, જ્યારે કંપનીનું માર્કેટ કેપ ૧૪ લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગયું છે અને કંપની હાલ દેવામુક્ત થઈ ગઈ છે. તો રિલાયન્સના શેરનો ભાવ પણ ૨૨૦૦ રૂપિયાના સ્તર પર છે.

રિલાયન્સ કંપનીના આ લિસ્ટમાં સામેલ થવાનો અર્થ એ છે કે તે હવે દુનિયાની બીજી સૌથી મોટી બ્રાન્ડ બની ચૂકી છે. આ લિસ્ટમાં રિલાયન્સથી આગળ એપલનું નામ છે. રિલાયન્સની ગતિ જોઈને હવે આ કંપની પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. અનુમાન રાખવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જ દુનિયાની સૌથી મોટી બ્રાન્ડ બની જશે.
ફ્યુચર બ્રાન્ડના રિપોર્ટમાં કહેવાયું છે કે રિલાયન્સની સફળતાનું શ્રેય મુકેશ અંબાણીને મળે છે. તેઓએ કંપનીને નવી ઓળખ આપી છે. આજે કંપની પેટ્રોરસાયણમ, વીજળી, કપડાં, પ્રાકૃતિક સંસાધન, દૂર સંચાર જેવા વિસ્તારોમાં કામ કરી રહી છે. એટલું જ નહીં ગૂગલ અને ફેસબુકે પણ કંપનીમાં ભાગીદારી કરી છે. એટલું જ નહીં રિલાન્યસ ઈન્ડસ્ટ્રીઝ દરેક માપદંડ પર ખરી ઉતરી છે. તે ભારતની સૌથી વધારે નફો કરનાર કંપનીઓમાંની એક છે.

લિસ્ટમાં પહેલા નંબરે એપલ, ત્યારબાદ રિલાયન્સ અને ત્રીજા નંબરે સેમસંગ છે. ૪થા ક્રમે એનવીડિયા, ૫મા ક્રમે મોતાઈ, ૬ઠ્ઠા ક્રમે નાઈકી, ૭મા ક્રમે માઈક્રોસોફ્ટ, ૮મા ક્રમે એએસએમએલ, ૯મા ક્રમે પેપાલ અને નેટફ્લિક્સ ૧૦મો ક્રમ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.