Western Times News

Gujarati News

વિવોને ભારતીય ક્રિકેટ ટીમમાંથી ડ્રોપ કરાઈ

નવી દિલ્હી, ભારતે ચીનની કંપનીઓ અને તેની પ્રોડક્ટનો બહિષ્કાર કરવાના ભાગરૂપે ગુરુવારે ભારતીય ક્રિકેટ બોર્ડ(BCCI)એ ચાઈનિઝ મોબાઈલ કંપની વીવો સાથે આઈપીએલ-૨૦૨૦ના ટાઈટલ સ્પોન્સર કોન્ટ્રેક્ટ રદ્દ કરી દીધો છે. બીસીસીઆઈએ એક લાઈનનું નિવેદન મોકલ્યું તેમાં કોઈ વિસ્તૃત જાણકારી આપવામાં આવી નથી અને તેમાં કહેવામાં આવ્યું છે કે, વીવો આ વર્ષે આઈપીએલ સાથે નહી જોડાયેલું હોય. જાણકારી અનુસાર, બીસીસીઆઈ અને વિવો મોબાઈલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે ૨૦૨૦માં ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે પોતાની ભાગીદારીને રદ્દ કરવાનો ર્નિણય કર્યો છે. વીવોએ ૨૦૧૮ થી ૨૦૨૨ સુધી પાંચ વર્ષ માટે ૨૧૯૦ કરોડ રૂપિયા(પ્રત્યેક વર્ષ લગભગ ૪૪૦ કરોડ રૂપિયા)માં આઈપીએલ સ્પોન્સરશીપ રાઈટ્‌સ મેળવ્યા હતા. બીસીસીઆઈએ પોતાના બંધારણ અનુસાર નવા ટાઈટલ સ્પોન્સર માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાની સંભાવના છે. આઈપીએલ ૧૯ સપ્ટેમ્બરથી ેંછઈમાં શરૂ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.