Western Times News

Gujarati News

ટ્રાવેલ ઓપરેટરોના ધંધા ઠપઃ ગાડીઓ વેચવા કાઢી પણ ખરીદનારાઓ નથી ??

અમદાવાદમાં ૩૦૦૦ જેટલા ઓપરેટરોની સ્થિતિ કફોડીઃ ધામિર્ક સ્થળોબંધ, ટુરીસ્ટપ્લેસ બંધ હોવાથી મુસાફરો મળતા નથીઃ રપથી ૩૦ ટકા ઓપરેટરોએ ગાડીઓ વેચવા કાઢી પણ ખરીદનારાઓ નથી ??

(પ્રતિનિધિ) અમદાવાદ: ધામિર્ક તથાા પ્રવાસન સહિતના સ્થળોએ ગુજરાત સહીત દેશભરમાં પ્રવાસીઓને ભાડે લઈ જતા ટ્રાવેલ્સ ઓપરેટરોની હાલત કફોડી થઈ ગઈ છે. જયારથી કોરોના આવ્યો ત્યારથી કામ-ધંધા ઠપ થઈ જતા આવક નહી થતા અલગ-અલગ પ્રકારની કાર ભાડે ફેરવનારા ઓપરેટરોને ખાવાના સાંસા પડે તેવા દિવસો આવી ગયા છે. કેટલાક લોકોતો વ્યાજે કે ઉધાર પૈસા લઈને પોતાનું ગુજરાન ચલાવી રહયા છે. એકતરફ ડીઝલમાં સતત થઈ રહેલો ભાવવધારો અને બીજીતરફ ધામિર્કસ્થળો પ્રવાસન સ્થળો બંધ છે.

તેથી લોકો બહાર ગામ ફરવા જતા નથી. વેકશનનો મોટો સમયગાળો લોકડાઉનમાં ગયો. ત્યાર પછી અનલોકમાં વધુ શરૂ થયું નો અમુક રાજયોમાં તો લોકડાઉન વગરનો અર્ધલોકડાઉનની સ્થિતી પ્રવર્તી રહી છે. કોરોનાના ખોફને કારણે લોકો હવે કયાંય ફરવા જતા નથી. શ્રાવણ મહીનામાં લોકો ધામિર્કસ્થળોએ જતા હોય છે. પરંતુ કોરોના અને ત્યાર પછી ઉદ્‌ભવેલી પરિસ્થિતીમાં કોઈ બહાર જવાનું રીસ્ક લેતા નથી.

આ અંગે વિશેષ વિગતો માટે સંપર્ક સાધના ખોડીયાર ટ્રાવેલ્સના માલિક ગૌરાંગભાઈનું કહેવું હતું કે અમદાવાદ શહેરમાં અંદાજે ૪૦૦૦થી પ૦૦૦ ગાડીઓ છે. જેમાંથી રપ૦૦થી ૩૦૦૦ જેટલા ટુરઓપરેટરો પોતાની ફોર વ્હીલર ગાડીઓમાં ટ્રાવેલ્સને લઈને ગુજરાત સહિત ભારતભરમાં પ્રવાસે જાય છે.

પરંતુ કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિ ખરાબ થઈ છે કોઈ કયાંય જતું નથી. ધામિર્ક સ્થળો-પ્રવાસન સ્થળોએ કોઈ જવા તૈયાર નથી. પેસેન્જરો નહી મળતા ટ્રાવેલ ઓપરેટરોને ખૂબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. કામકાજ નહી મળતા ટ્રાવેલર્સ ઓપરેટરો અન્ય કામ ધંધા તરફ વળ્યા છે.

ઘણાએ તો નોકરી કરવાનું સ્વીકારીઈ લીધું છે. તો કેટલાક તો શાકભાજી વેચવાનું કામ કરી રહયા છે. જેઓને કામ નથી મળતું તેવા કેટલાય ઓપરેટરો ગાડીઓ વેચવા લાગ્યા છે. અંદાજે રપથી ૩૦ ટકા ઓપરેટરો ગાડી વેચવા તૈયાર થયા છે. પરંતુ કોરોના કારણે જે પ્રકારે આર્થિક સ્થિતીનું નિર્માણ થયુ છે. તેમાં કોઈ ગાડી ખરીદનાર મળતા નથી.

વળી જેમણે ગાડી બેકના હપ્તેથી લીધેલી છે. તેમના હપ્તા પણ ૯મા મહીનાથી શરૂ થઈ જશે. ટ્રાવેલ ઓપરેટરોની સ્થિતી ખરાબ છે. સરકાર કોઈ મદદ કરે તો સારૂ રહે તેમ છે. કારણ કે દિવાળી સુધી તો ટ્રાવેલ્સના ધંધામાં વાતાવરણ ખુલે તેવું હાલમાં તો જણાતું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.