Western Times News

Gujarati News

ગુજરાત-રાજસ્થાન સરહદ પર જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જયપુર, સીમા સુરક્ષા દળે રાજસ્થાનના બાડમેર જિલ્લાની આંતરરાષ્ટ્રીય સીમા પર એક સંદિગ્ધ પાકિસ્તાની ધૂસણખોરેને ઠાર કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, ધૂસણખોર ગુજરાત રાજસ્થાન સરહદ પર લાગેલી વાડ પાર કરતો જોવા મળ્યો હતો. જે બાદ બીએસસએફનાં એક દળે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે રોકાવવાની જગ્યાએ ભાગવા લાગ્યો. જેથી શુક્રવારે મોડી રાતે આશરે એક કલાકે સુરક્ષા જવાનોએ તેને ગોળી મારીને ઠાર કરી દીધો હતો.

ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલી પાકિસ્તાન સરહદ પાસેથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યાની પહેલી ઘટના બની છે. જોકે, BSFના જવાનોએ આ પ્રયાસને નાકામ બનાવતા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. શુક્રવારે મોડી રાત્રે કચ્છ સરહદ નજીક એક શખ્સ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતો જોવા મળ્યો હતો.

BSFના જવાનોએ તેને રોકવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઘૂસણખોર ભાગ્યો હતો અને ઝાડવા પાછળ છુપાઈ ગયો હતો. BSFના જવાનોએ ફાયરિગ કર્યું હતું, જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના સમયે પાકિસ્તાન તરફથી કેટલીક હિલચાલ પણ જોવા મળી હતી. આ ઘૂસણખોર અંગેની માહિતી BSFએ પાકિસ્તાન પાસેથી માગી છે.

ગુજરાત અને રાજસ્થાન સરહદને અડીને આવેલી પાકિસ્તાનની આ સરહદ પાસે આવી રીતે પહેલીવાર રાતના સમયે ઘૂસણખોરી જોવા મળી હતી. સ્વતંત્રતા દિવસને નજીક આવી રહ્યો છે જેના કારણે પાકિસ્તાન સરહદ પર BSF હાઈએલર્ટ પર છે. આ ધૂસણખોરનાં ધૂસવાને કારણે હવે બીએસએફ વધારે સતર્ક બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.