Western Times News

Gujarati News

સુરેન્દ્રનગર હાઈવે ઉપર ત્રિપલ અકસ્માત : એકનું મોત

સુરેન્દ્રનગર: રાજ્ય સહિત દેશભરમાં અકસ્માતની ઘટનાઓમાં લોકડાઉનના પગલે ઘટાડો નોંધાયો હતો, પરંતુ જ્યારથી લોકડાઉનમાં રાહત મળી છે ત્યારથી અકસ્માતની ઘટનાઓમાં ફરી સતત વધારો થતો જાય છે. આવી જ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાંથી સામે આવી છે. અહીં એક ટ્રક અને બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેાં એકનું મોત અને પાંચ લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઈવે પર રાજસીતાપુર ગામ પાસે બે કાર અને એક ટ્રેલર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં એકનું ઘટના સ્થળ પર મોત થયું છે,

જ્યારે અન્ય પાંચ લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વિગતે ઘટનાની વાત કરીએ તો, આજે સાંજના સમયે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, એવા સમયમાં સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઈવે પર એક કાર ચાલક ફૂલ સ્પીડે ટ્રેલરનો ઓવરટેક લેવા ગયો તે સમયે ટ્રેલર સાથે અથડાઈ ગયો, આજ સમયે બીજો કારચાલક પણ પોતાના સ્ટેરિંગ પર કાબુ ગુમાવી બેઠો અને તે પણ ધડાકાભેર અથડાઈ પડ્યો.

આ અકસ્માતમાં બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, જ્યારે ટ્રેઈલર હાઈવે પર જ પલટી મારી ગયું. મેઈન હાઈવે પર ટ્રેલર આડુ પડી જતા, અને અક્સમાત સર્જાતા હાઈવે પર ચક્કાજામ સર્જાયો હતો, કલાકો સુધી હાઈવે બંધ રહે તેવી સ્થિતિ સર્જાઈ છે. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, એક કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા હાલમાં પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી છે. મુતકને પીએ માટે તો ઘાાયલ લોકોને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સાથે અકસ્માતમાં મરનાર કોમ છે, તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.