Western Times News

Gujarati News

કચ્છ સરહદે બીએસએફ હાઈએલર્ટ

Files Photo

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, કચ્છ સરહદે પાકિસ્તાન અને ચીન તરફથી થઈ રહેલી સંયુક્ત કામગીરી તથા તાજેતરમાં રાજસ્થાન સરહદેથી થયેલા ઘુસણખોરીના પ્રયાસો તથા ૧પમી ઓગષ્ટના દિવસેે પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓ કોઈપણ જાતની ઘુસણખોરી કરે નહીં એ હેતુથી કચ્છ સરહદે બીએસએફ ના જવાનો સતર્ક થઈ ગયા છે અને પેટ્રોલીંગ વધારી દેવાયુ છે. કચ્છની પેલે પાર પાકિસ્તાનની સરહદમાં ચીની સેનાની મદદથી એરસ્ટ્રીપ તૈયાર કરવામાં આવી રહી છે

એવા અહેવાલો થોડા સમય પહેલાં પ્રસિધ્ધ થયા હતા. ચીન-પાકિસ્તાનની સંયુક્ત ધરી સરહદને પેલે પાર યુંધ્ધના ધોરણે તેૈયારી કરતા લશ્કરના ઉચ્ચ અધિકારીઓએ પણ કચ્છ સરહદની મુલાકાત લીધી હતી. હવે જ્યારે ૧પમી ઓગષ્ટથી કોઈપણ જાતની ઘુસણખોરી ન થાય એ માટે તકેદારીના તમામ પગલાં લેવાઈ રહ્યા છે. લદ્દાખ-અરૂણાચલ પ્રદેશ સહિતની એલએસી પર ચીન અને ભારતની ગમે ત્યારે ગમે તે સ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ છે. ત્યારે ચીન સાથે મળીને પાકિસ્તાન કચ્છ સરહદે પણ તૈયારી કરી રહ્યુ છે. પાકિસ્તાનની આ હરકતને જાેતા ભારતીય સેના પહેલેથી જ સજ્જ છે.

પરંતુ ૧પમી ઓગષ્ટ નજીકમાં છે ત્યારે છેક ૧૭મી ઓગષ્ટ સુધી બીએસએફને હાઈએલર્ટ રહેવા આદશ અપાયા છે. ખાસ તો ઘુસણખોરી રોકવા પેટ્રોલીંગ સઘન બનાવવાની સાથે આધુનિક ઉપકરણોની મદદથી વાૅચ રાખવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.