Western Times News

Gujarati News

તુર્કીને ફોસલાવી કાશ્મીર મુદ્દાનો દુરૂપયોગ કરવાની પાકની ચાલ

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

ઇસ્લામાબાદ, પાકિસ્તાન ભારત સહિત દુનિયાના ગમે તે દેશ સાથે મિત્રતા ભાઇચારાની મીઠી મીઠી વાતો કરે છે અને અંતે તો પીઠ પાછળ ખંજર ભોંકવાનો મનસુબો જ રાખે છે આ વાત હજુ તો તુર્કીને કદાચનહીં સમજાય અને કદાચ સમજાશે ત્યારે ખુબ મોડું થઇ ગયું હશે પરંતુ આ વાત ફરી એક વખત પાકિસ્તાન તેની હરકતોથી સાબિત કરી રહ્યું છે પાકિસ્તાન તુર્કીની દોસ્તિનો પુરો ગેરલાભ ઉઠાવવાની વેતરણમાં જાેવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાન કાશ્મીર મુદ્દે યુએન પ્લેટફોર્મનો દુરૂપયોગ કરવા માંગે છે યુએનજીએના નવા પ્રમુખ વોલ્કન બોજકિરની પાકિસ્તાન મુલાકાત દરમિયાન પાકિસ્તાને કલમ ૩૭૦ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ યુએન જનરલ એસેમ્બલી યુએનજીએના પ્રમુખે પાકિસ્તાનને સિમલા કરારની યાદ અપાવી દીધી હતી. યુએનજીએના પ્રમુખે કાશ્મીર સહિતના તમામ દ્વિપક્ષીય પ્રશ્નોના સમાધાન માટે સિમલા કરાર ટાંકયા હતાં પાકિસ્તાન માટે આ એક મોટો ઝટકો છે કારણ કે પાકિસ્તાન તુર્કી સાથેની તેની મિત્રતાનો ઉપયોગ યુએસના મંચ પર કાશ્મીર મુદ્દાને ચગાવવા માંગતુ હતું આ વિશેષ હેતું માટે યુએનજીએના નવા પ્રમુખ અને ટીમને પાકિસ્તાન બોલાવવામાં આવી હતી. હકીકતમાં તુર્કી અને પાકિસ્તાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ છે બંન્ને ઇસ્લામી દેશો છે તુર્કીના રાજદ્વારી વોલ્કન બોજકરીને જુનમાં યુએનજીએનું પ્રમુખ પદ એનાયત કરાયું હતું તે નવા પ્રમુખ તરીકે ચુંટાયા હતાં પાકિસ્તાન આ મુલાલાકતને લઇને ખુબ જ ઉત્સાહિત હતું.

પાકિસ્તાનને લાગ્યું કે કાશ્મીર મુદ્દાને પ્રસારિત કરવાનો આ યોગ્ય સમય હશે એકવાર આ પ્રવાસ મુલત્વી રાખવામાં આવ્યો હતો સુત્રોએ જણાવ્યું હતું કે ઇમરાન સરકાર લાંબા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીર વિવાદને વધારવા માટે આવી તકની રાહ જાેઇ રહી હતી. આ માટે યુએનજીએ રાષ્ટ્રપતિને પાકિસ્તાન બોલાવવામાં આવ્યા હતાં બોજકીર સાથેની બેઠક અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરેશીનો હેતુ સ્પષ્ટ થયો હતો જયારે તેમણે કહ્યું કે તેમનું ધ્યાન કાશ્મીરની પરિસ્થિતિ યુએનજીએમાં લાવવાનું છે પહેલા લાવવું પડશે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ કાશ્મીરનો મુદ્દો જાેરથી ઉઠાવ્યો. સુત્રોએ જણાવ્યું હતું કે યુએનજીએ પ્રમુખની પાકિસ્તાનની મુલાકાત પર ભારતની નજર છે કાશ્મીર મુદ્દા માટે યુએન પ્લેટફોર્મનો દુરૂપયોગ કરવાના પાકિસ્તાનના પ્રયાસનો ભારતે પણ ભારપૂર્વક વિરોધ કર્યો છે ચીનની મદદ પણ પાકિસ્તાન માટે કામ કરી શકી નથી મોટાભાગના દેશોનો ભારતની તરફેણમાં સમર્થન છે જાે કે તુર્કી પણ પાકિસ્તાનની સાથે રહ્યું છે પરંતુ ભારત માને છે કે યુએનજીએ પ્રમુખ તરીકે તુર્કીનું રાજદ્વારીનું વલણ સ્થાપિત ધોરણો સાથે સુસંગત રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.