Western Times News

Gujarati News

છપરામાં બે ટ્રકો વચ્ચે અકસ્માત બેના મોત, ચારને ઇજા પહોંચી

ભોપાલ, મધ્યપ્રદેશમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે છપરા જિલ્લાના જબલપુર નાગપુર હાઇવે પર બે ટ્રક વચ્ચે ટકકર થઇ હતી આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજયા છે છપરા પોલીસ સ્ટેશનના પ્રભારી નિલેશ પરતેતીએ જણાવ્યું હતું કે અકસ્માત થતા તાત્કાલિક ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજયા છે જયારે ચાર લોકોને ઇજા પહોંચી છે જેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે જાે કે એ સ્પષ્ટ નથી થઇ શકયુ કે આ અકસ્માત કોની બેદરકારીને કારણે થયો છે.

એ યાદ રહે કે આ અગાઉ ઝારખંડના દુમકામાં બુધવારે મોટો માર્ગ અકસ્માત થયો હતો દુમકા જિલ્લામાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં માતા અને પુત્ર સહિત ત્રણ લોકોના મોત નિપજયા હતાં જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્ગ અકસ્માતના માતા અને પુત્ર સહિત ત્રણ લોકોના કરૂણ મોત નિપજયા હતાં પોલીસના જણાવ્યા અનુસાર દુમકા જિલ્લાના શિકારી પાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરસડંગાલ ગામ નજીક દુમકા રામપુરહાટ મુખ્ય માર્ગ પર બાઇક સવાર માતા પુત્રનું કોઇ અજાણ્યા વાહન સાથે ટકકર થતાં મોત નિપજયું હતું મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. તેમાં છોટાપુરિયા ગામના ૫૩ વર્ષના બાલકો સોરેન અને તેનો ૨૪ વર્ષીય પુત્ર બુધ્ધિરામ મુર્મૂનો સમાવેશ થાય છે.પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.