Western Times News

Gujarati News

મેડમ તુસાદ મ્યૂઝિયમમાં સુશાંતનું સ્ટેચ્યૂ ઈચ્છે છે ફેન્સ

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

મુંબઈ, બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત માટે ફેન્સનો પ્રેમ દિવસ-દિવસે વધી જ રહ્યો છે. સુશાંતના મોત બાદથી જ ફેન્સમાં તેના માટે બહુ જ વધારે સંવેદનશીલ થઈ ગયા છે અને તે એ વાત દેખાડે છે તેઓ આ શરમાળ એક્ટરને પહેલેથી જ ખૂબ પસંદ કરતા હતા. ખેર, હવે તે આપણી વચ્ચે નથી પણ ફેન્સ તેને ભૂલવા માટે તૈયાર નથી. એક તરફ સુશાંતના કેસમાં સીબીઆઈ તપાસની માગણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ મોટી સંખ્યામાં ફેન્સ તેનું વેક્સ સ્ટેચ્યૂ ઈચ્છે છે અને આશરે ૫૦ હજારથી વધુ લોકો આ અભિયાનમાં જોડાઈ ચૂક્યા છે.

સુશાંત માટે વેક્સ સ્ટેચ્યૂની ડિમાન્ડ લોકો માત્ર બોલીને નથી કરી રહ્યા પરંતુ તેના માટે પિટિશન સાઈન કરાવવામાં આવી રહી છે. ન્યૂઝ લખાયા ત્યાં સુધીમાં ૫૬ હજારથી વધુ લોકોએ આના માટે સાઈન કરી છે. સુશાંતના ફેન્સ ઑનલાઈન એક પિટિશન સાઈન કરાવી રહ્યા છે. તેની ફેન સોફી રહેમાને આ પિટિશનની શરૂઆત કરી છે અને પોતાના ફેવરેટ સુશાંત માટે લંડનના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં તમામ સ્ટાર્સની સાથે એક્ટરના વેક્સ સ્ટેચ્યૂ માટે પણ ડિમાન્ડ મૂકી છે.

આ પિટિશનને ફાઈલ કરતી વખતે સુશાંતની ફિલ્મોની સાથે-સાથે તેના સારા કામોનું લિસ્ટ પણ બનાવવામાં આવ્યું છે. આ પિટિશનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, સુશાંતનું મોત ૧૪ જૂન ૨૦૨૦ના રોજ તેના બાન્દ્રા વાળા ઘરે થયું. આખરે સુશાંતના મીણના પૂતળા માટે લોકોને પિટિશન સાઈન કરવા માટે કહેવામાં આવ્યું છે જેથી તેના કામ અને યાદોને હંમેશાં જીવંત રાખી શકાય.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.