Western Times News

Gujarati News

ટ્રકની ટક્કરથી એસ.ટી.બસ ખાડામાં પલ્ટી ખાતાં બે બાળકોના મોત

બાવળા-સાણંદ ચોકડી પાસે મધરાતે 

૩૦ને ઈજા- ઈજાગ્રસ્તોને અમદાવાદ અને ધોળકાની હોસ્પિટલમાં ખસેડાયા : મૃતકોમાં ૮ માસ અને ૧૩ માસના બાળકનો સમાવેશ

 

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ નજીક સાણંદ-બાવળા ચોકડી પાસે ગઈ મોડી રાત્રે ટ્રક અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત થયા બાદ મુસાફરોથી ખીચોખીચ ભરેલી એસ.ટી.બસ બાજુના ગટરના પાણી ભરેલા ઉંડા ખાડામાં પલ્ટી ખાઈ જતાં બનેલી દુર્ઘટનામાં બે માસુમ બાળકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જયારે ૩૦ જેટલા મુસાફરોને ઈજાઓ પહોચી હતી જેમાંથી ચાર જણાની Âસ્થતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે તમામ ઈજાગ્રસ્તોને અમદાવાદની સરકારી હોÂસ્પટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પોલીસે આ અંગે સઘન તપાસ શરૂ કરી છે.

પોલીસ સાધનો ધ્વારા પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે આ ઘટનાની વિગત એવી છે કે ગઈરાત્રે આશરે ત્રણ વાગ્યાના સુમારે મુસાફરોથી ખીચોખીચ ભરેલી સંતરામપુર એસ.ટી. ડેપોની બસ સાણંદ- બાવળા ચોકડી નજીકથી પસાર થઈ રહી હતી

ત્યારે ધોળકા તરફથી આવી રહેલી ટ્રકે એસ.ટી.બસને પાછળથી ટકકર મારતા આ અકસ્માત સર્જાયો હતો ટ્રકે એસ.ટી. બસને પાછળથી ટક્કર મારતાં બસ ગટરના ગંદા પાણી ભરેલા ખાડામાં પટકાઈ ગઈ હતી બસ પલ્ટી ખાતા જ બસમાં બેઠેલા મુસાફરો ભયના કારણે ફફડી ઉઠયા હતા અને બચાવો બચાવોની ચીચીયારી તેમજ આક્રંદથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું

બસ ખાડામાં પલ્ટી ખાતાં બસમાં બેઠેલા તમામ મુસાફરો સફાઈ ગયા હતા હતા અકસ્માતમાં નવ માસના અને પંદર માસના બે માસુમ બાળકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જયારે ૩૦ જેટલા મુસાફરોને ઈજાઓ થવા પામી હતી તેમાંથી ચાર વ્યકિતની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

એસ.ટી.બસ ટ્રક સાથે અથડાઈ ધડાકાભેર ખાડામાં પલટી ખાઈ જતા આજુબાજુના દુકાનદારો અને હોટેલોમાં કામ કરતાં નોકરો ઉંઘમાંથી બેબાકળા જાગી ગયા હતા અને ઘટના સ્થળે દોડી જઈ બચાવ કામગીરી શરૂ કરી હતી આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ તાબડતોબ ઘટના સ્થળે પહોચી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા તમામ મુસાફરોને ભારે જહેમત બાદ બહાર કાઢયા હતા.

બસમાં બેઠેલા પૈકી ૩૦ મુસાફરોને ઈજાઓ પહોચી હોઈ તમામને ૧૦૮ મારફતે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સારવાર રહેલા ૩૦ પૈકીના ચાર જણાની હાલત નાજૂક હોવાનું જાણવા મળે છે અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રકને છોડીને નાસી છૂટયો હતો.

બસ ગટરના ખાડામાં ફસાઈ ગઈ હોઈ બસને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી હતી પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સનો મોટો કાફલો સ્થળ પર બોલાવી લેવામાં આવ્યો હતો અને તમામ ઈજાગ્રસ્તોને અમદાવાદ, ધોળકા તથા આસપાસની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.