Western Times News

Gujarati News

કોરોના વાયરસને મ્હાત આપ્યા બાદ બીજીવાર સંક્રમણનો ખતરો રહેતો નથી

નવીદિલ્હી, કોરોના વાયરસના સંક્રમણને ફેલાવાને લઇ એક નવો રિપોર્ટ સામે આવ્યો છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકોના શરીરે આ સંક્રમણની વિરૂધ્ધ એન્ટીબોડી બનાવી લીધી છે તેમને તેના બીજીવારના સંક્રમણનો ખતરો નથી રહેતો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના સિઅટલથી એક માછલી પકડવાનું જહાજ રવાના થયું હતું તેમાં આવા જ ત્રણ લોકો મળી આવ્યા છે.

આ રિપોર્ટએ માછલી પકડનારા જહાજના સિઅટેલથી રવાના થયા પહેલા અને પરત ફર્યા બાદ લેવામાં આવેલા એન્ટીબોડીની સાથે સાથે આરટી પીસીઆર ટેસ્ટ પર આધારિત છે દરિયામાં પોતાના ૧૮ દિવસ દરમિયાન તે જહાજમાં ચાલક દળના ૧૨૨ સભ્યોમાંથી ૧૦૪ એક જ સોર્સથી કોરોના વાયરસની ઝપટમાં આવ્યા હતાં.

આ શોધ પ્રીપ્રિંટ સર્વર મેડરિકસ પર પ્રકાશિત કરવામાં આવી હતી આ શોધને યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન અને સિએટલના ફ્રેડ હચ કેન્સર રિસર્ચ સેન્ટરના શોધકર્તાઓએ હાથ ધર્યો છે. આ શોધના નિષ્કર્ષ મહત્વપૂર્ણ છે કારણ કે તે ચીજાેને લગભગ પુષ્ટ કરે છે કે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે વેકસીનનો ઉપયોગ કરનારી દુનિયાની મુખ્ય રણનીતિ હકીકતમાં મહામારીને રોકવા માટે કામ કરી શકે છે.

આ એક ગુંચવડા ભરેલા સવાલને દર્શાવે છે કે શું બીમારીને રોકવા માટે એન્ટીબોડી પર્યાપ્ત છે અને એ સુનિશ્ચિત કરવાનું છે કે લક્ષણ કરવાનું છે કે લક્ષણ સામાન્ય છે કે તેનો કોઇ પ્રભાવ નથી શોધમાં કહેવામાં આવ્યું છે કે કુલ ૧૦૪ લોકોના આરટી પીસીઆર પોઝિટીવ વાયરસ ટેસ્ટ હતાં આ દરિયાઇ જહાજમાં સંક્રમણના શિકાર થઇને ઠીક થઇ ચુકયા છે.હવે જહાજમાં કોરોના વાયરસ ફેલાયો તો ત્રણ લોકોને કંઇ પણ નથી થયું ત્યાં સુધી કે કોરોના લક્ષણ પણ જાેવા ન મળ્યા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.