Western Times News

Gujarati News

જુગારીઓ, વિદેશી દારુ અને નાસતા ફરતા આરોપીઓ મળી આવવાનો સિલસિલો યથાવત 

પ્રતિનિધિ દ્વારા, ભિલોડાઅરવલ્લી જિલ્લા પોલીસવડા સંજય ખરાતે જીલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ સામે લાલ આંખ કરી જીલ્લા પોલીસ તંત્રને શખ્ત કાર્યવાહી કરવાના આદેશ આપતા સ્થાનિક પોલીસ અને વિવિધ એજન્સીઓમાં રેસ જોવા મળી રહી છે જીલ્લા એસપી તરીકે સંજય ખરાતે ચાર્જ સંભાળ્યા પછી જીલ્લામાં પોલીસ સતત જુગારીઓ, વિદેશી દારૂની હેરાફેરી, વેપલો કરનાર બુટલેગરો અને નાસતા ફરતા આરોપીઓ ઝડપાઈ રહ્યા છે

મોડાસા ટાઉન પોલીસે સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં હારજીત ની બાજી માંડી બેઠેલા ૪ જુગારીઓને રૂ.૧૧૧૦ સાથે ઝડપી પાડ્યા હતા એલસીબી પોલીસે સગીરાના અપહરણના ત્રણ વર્ષથી નાસતા-ફરતા રાજસ્થાનના ત્રણ આરોપીઓ ઝડપી પાડી ભોગ બનનાર પીડિતાને શોધી કાઢી હતી એલસીબી પોલીસે મેઘરજ કોલેજ સામે રહેણાંક મકાનમાં ચાલતા વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કરી રૂ.૪૮૦૦/- નો દારૂ જપ્ત કર્યો હતો બુટલેગર સલાઉદ્દીન ઉર્ફે સલીમ નસીમ ખાન પઠાણ રેડ જોઈ ફરાર થઈ જતા ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા મેઘરજ પોલીસની આંખ નીચે રહેણાંક મકાનમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડાને એલસીબીએ પર્દાફાશ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે

માલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ સગીરાનું રાજસ્થાનના શખ્શો અપહરણ કરી જતા જે તે સમયે પોલીસ સ્ટેશનમાં પોક્સો કલમ એક્ટ અને અપહરણનો ગુન્હો નોંધાયો હતો અરવલ્લી એલસીબી પોલીસે જીલ્લામાં ગુન્હા આચરી નાસતા-ફરતા આરોપીઓ અને ગુન્હાનો ભેદ ઉકેલવા કમરકસી છે

એલસીબી પોલીસને  માલપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા ત્રણ વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરનાર રાજસ્થાનના સીમલવાડા તાલુકાના બોન્ડેલા ગામના ૧)લાલશંકર નાથાભાઈ ડામોર,૨)નાથાભાઈ રત્નાભાઇ ડામોર અને ૩)જકતાભાઈ રત્નાભાઇ ડામોર નામના આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ભોગ બનનાર સગીરાને શોધી કાઢી ત્રણ વર્ષ જુના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.