Western Times News

Gujarati News

શેર બજારમાં તેજી યથાવત ડોલર સામે રૂપિયો છ પૈસા નબળો

મુંબઇ, વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો અને વિદેશી વિનિમય પ્રવાહના સતત પ્રવાહ પર એક દિવસના કારોબાર પછી સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર આજે ફરીથી વધારા સાથે બંધ થયું બોમ્બે સ્ટોક એકસચેંજનો અગ્રણી ઇન્ડેકસ સેન્સેકસ ૦.૨૨ ટકા વધીને ૮૬.૪૭ અંક પર ૩૮૬૧૪.૭૯ની સપાટીએ બંધ થયો બીજી તરફ નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી ૦.૨૦ ટકા વધીને ૨૩.૦૫ અંકના વધારા સાથે ૧૧૪૦૮.૪૦ના સ્તર પર બંધ રહ્યો છે.

સ્થાનિક શેર બજારોમાં તીવ્ર વલણ છતાં વિદેશી વિનિમય બજારમાં વધધટ વચ્ચે આજે રૂપિયાનો વિનિમય દર છ પૈસાના ઘટાડા સાથે ૭૪.૮૨ની સપાટીએ બંધ રહ્યો હતો આંતર બેંક વિદેશી વિનિમય હજારમાં યુએસ ડોલર સામે રૂપિયો ૭૪.૭૧ના સ્તર પર ખુલ્યો હતો કારોબાર દરમિયાન રૂપિયો એક સમયે મજબુત થઇને ૭૪.૬૭ પર પહોંચી ગયો હતો પરંતુ આ તેજી ટકી શકી નથી સ્થાનિક ચલણનો વિનિમય દર એક સમયે ઘટાડીને ૭૪.૯૩ પર હતો અંતે રૂપિયો નજીવા ઘટાડા સાથે ૭૪.૨૨ ઉપર પ્રતિ ડોલર બંધ રહ્યો હતો વિનિમય દર મંગળવારે ૭૪.૭૬ પર બંધ રહ્યો હતો.

મોટા શેરોની વાત કરીએ તો ઝી લિમિટેડ,ગેઇલ ટેક મહિન્દ્રા આઇસીઆઇસીઆઇ બેંક મારૂતિ ભારતી એરટેલ આઇઓસી યુપીએલ એચડીએફસી લાઇફ અને એસબીઆઇના શેર આજે લીલા નિશાન પર બંધ થયા છે જયારે બીજુબાજુ બજાજ ઓટો ઓએનજીસી નેસ્લે ઇન્ડિયા કોટક બેંક બ્રિટાનિયા કોલ ઇન્ડિયા હિન્દુસ્તાન યુનિલિવર વિપ્રો અને ઇન્ફોસિસના શેર લાલ નિશાન પર બંધ થયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.